આજે 69મો ગણતંત્ર દિવસ, રાજપથ પર સૈન્યની તાકાતનું પ્રદર્શન

દેશભરમાં આજે 69 ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાજપથ પર પરેડ નિકાળવામાં આવી. ત્રણ સેનાઓ દ્વારા પરેડમાં સેન્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યાં. આ વખતે ગણતંત્ર દિવસના પરેડમાં આસિયાન દેશના પ્રમુખ મુખ્ય મહેમાન બન્યા છે. આસિયાય દેશના 10 પ્રમુખ દિલ્હી આવી પહોંચ્યા છે.

 • દિલ્લીના રાજપથ પર સૈન્યની તાકાતનું પ્રદર્શન
 • દેશની સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી દર્શાવાઈ
 • 10 આસિયાન દેશોના રાષ્ટ્રધ્યક્ષ બન્યા મહેમાન
 • થાઈલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રાધ્યક્ષ હાજર
 • મલેશિયા, સિંગાપુર, ફિલિપીન્સના રાષ્ટ્રધ્યક્ષો પણ હાજર
 • લાઓસ, કંબોડિયા, મ્યાંનમાર, બ્રુનેઈના રાષ્ટ્રાધ્યક્ષ ઉપસ્થિત
 • લેફ્ટનંટ જનરલ કમાંડર અસિત મિસ્ત્રી દ્વારા નેતૃત્વ
 • 10 આસિયાન દેશોના ધ્વજ સાથે ભારતીય જવાનોની પરેડ
 • વિવિધ રાજ્યો, મંત્રાલયોની ઝાંખીઓનો પરેડમાં સમાવેશ
 • ભારતીય વાયુસેના ફ્લાઈ પોસ્ટમાં તિરંગો લહેરાયો
 • આસિયાન દેશોના ધ્વજ સાથે તિરંગો લહેરાવાયો
 • સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ પરેડનું આકર્ષણ
 • નિર્ભય મિસાઈલ, આકાશ મિસાઈલ બની આકર્ષણનું કેન્દ્ર
 • T-90 ભીષ્મ ટેંક, અશ્વિની રડાર પરેડમાં જોડાઈ
 • IAF ફ્લાઈપાસ્ટમાં 38 વિમાન, 21 ફાઈટરનો સમાવેસ
 • 12 હેલીકોપ્ટર, 4 ટ્રાન્સફોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ
 • સુખોઈ, તેજસ, મિગ-29 પ્લેનની ફ્લાઈ પાસ્ટ
 • 17V-5, ALH ધ્રુવ, રૂદ્ર હેલિકોપ્ટરની કલાબાજી
 • પરેડમાં સુખોઈ પ્લેનની હવામાં વર્ટિકલ-ચાર્લી કલાબાજી
 • સેના, નૌસેના, વાયુસેના, કોસ્ટગાર્ડ પણ સામેલ
 • BSF, SSB અને દિલ્લી પોલીસનો કરાયો સમાવેસ
 • BSFની મહિલા જવાનો દ્વારા બાઈક સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર
 • 20 વર્ષ બાદ અર્ધ લશ્કરી દળોની ઝાંખીનો પરેડમાં સમાવેશ
 • કુલ 23 ઝાંખીઓનો પરેડમાં કરાયો સમાવેશ
 • 14 રાજ્યોની ઝાંખી તથા મંત્રાલયોની ઝાંખી પરેડમાં સામેલ
 • PM, રક્ષામંત્રી અને ત્રણેય પાંખોના વડાઓએ પાઠવી શહિદોને શ્રધ્ધાંજલિ
 • અમર જવાન જ્યોતિ પર શ્રધ્ધાંજલિ પાઠવ્યા બાદ PM રાજપથમાં હાજર

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આસિયાનના દેશોના વડાઓએ મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે 69માં ગણતંત્ર દિવસને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાજપથથી લાલ કિલ્લા સુધી આઠ કિમીના પરેડ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઇને બાજ નજર રાખવામાં આવી રહી છે.

મોટી બિલ્ડીંગો પર શાર્પ શૂટર ગોઠવવામાં આવ્યાં છે. તો બીજી તરફ બાજ નજર રાખવા સીસી ટીવી કેમેરાઓ ચોતરફ ગોઠવવામાં આવ્યાં છે.

You might also like