આજે મોદી કરશે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો શુભારંભ

પુણે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુણેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો શુભારંભ કરશે. આ સાથે જ સ્માર્ટ સિટી ચેલેન્જ કોમ્પિટિશનના પહેલા તબક્કામાં 20 શહેરમાં સ્માર્ટ સિટી યોજનાની પ્રક્રિયા શરૂ થશે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવા શહેર મીશન અંતર્તગ એકીકવૃત શહેરી વિકાસની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા શહેરી વિકાસ મંત્રી એમ વૈક્યા નાયડૂ કરી રહ્યાં છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. સ્માર્ટ સિટીઝમાં લગભગ 1,771 કરોડ રૂપિયાના રોકાણ સાથે 69 યોજનાઓ શરૂ કરવામાં આવેશે.

તો બીજી તરફ બીજેપી સિવાય તમામ મુખ્ય રાજનીતિક પક્ષોના સ્થાનિક નેતાઓએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી દ્વારા સ્માર્ટ સિટી મિશન યોજનાના ઉદ્ધાટનનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઘટનાક્રમ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે સાંજે મહાપૌરને કાર્યક્રમમાં ભાગ લેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આજે બાલેવાદીમાં શિવાજી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં સ્માર્ટ સિટીઝ મિશન યોજનાનું ઉદ્ધાટન કરવાના છે. તો એનસીપી, કોંગ્રેસ, શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનીક નેતાઓએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે.

તેઓએ પ્રોટોકલનું પાલન નહીં કરવા અંગે કેન્દ્રની ટીકા કરી છે. સાથે કાર્યક્રમનો બહિષ્કાર કરવા અંગે જણાવ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી રહેલી મેક યોર સિટી સ્માર્ટ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તા, જંક્શન, ગાર્ડનને સુવ્યવસ્થિત કરવાનો છે. જેમાં સામાન્ય નાગરીકને પણ સામેલ કરવામાં આવશે. આ સ્પર્ધામાં વિજેતાઓને દસ હજારથી લઇને 1 લાખ સુધીના પુરસ્કાર આપવામાં આવશે.

You might also like