આજના દિવસે થઇ હતી ભાજપની સ્થાપના, જાણો કોણ હતા પહેલા અઘ્યક્ષ

નવી દિલ્હી : આજે ભારતના રાજકીય ઇતિહાસનો એક ખાસ દિવસ છે. દેશના મુખ્ય રાજકીય સ્તંભોમાંએક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ એટલે કે આજના દિવસે થઇ હતી. આ નવી પાર્ટીનો જન્મ શ્યામપ્રસાદ મુખર્જી દ્વારા 1 જાન્યુઆરી 1951માં ‘ભારતીય જન સંઘ’ દ્વારા થયો હતો.

1977માં ઇમર્જન્સીની જાહેરાત પછી જન સંઘને અન્ય પક્ષો સાથે ભેળવી દેવામાં આવ્યું અને જનતા પાર્ટી ઉભરી આવી. પક્ષે 1977ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની સત્તા તોડી અને 1980માં જનતા પાર્ટીનો ભંગ કરી ભાજપની સ્થાપના કરી, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.

1984ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર બે જ સીટ જીતી હતી. 37 વર્ષની સફરમાં વાજપેયી બાદ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, કુશા ભાઉ ઠાકરે, બંગારૂ લક્ષ્મણ અને નીતિન ગડકરી વગેરે ભાજપ પાર્ટીના અઘ્યક્ષ રહ્યા છે. અટલ
બિહારી વાજપેયીએ ભાજપને સમૃદ્ધ બનાવ્યું છે, તેમની અવિભાજ્ય છાપ માત્ર તેમના નેતાઓ પર જ નહીં પરંતુ વિપક્ષ પર પણ હતી. વિપક્ષી હજુ પણ તેમની કાર્યની શૈલીના પ્રશંસક છે.

1998 માં સામાન્ય ચૂંટણીઓ બાદ ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિકનું નિર્માણ થયું, અને અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં સરકાર બની જે એક વર્ષ સુધી ચાલી હતી. ત્યાર બાદ સામાન્ય-ચૂંટણીમાં એનડીએ ફરીથી સંપૂર્ણ બહુમતિ મળી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ સરકારે તેનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

આ રીતે કાર્યકાળ પૂર્ણ કરવા માટે પ્રથમ બિન-કોંગ્રેસ સરકાર બની. 2004ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, અને આગામી 10 વર્ષ માટે ભાજપે સંસદમાં મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. 2014ની સામાન્ય
ચૂંટણીઓમાં ‘એનડીએ’ને ગુજરાતમાં લાંબા સમય સુધી રહેલા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીત મળી અને 2014માં સરકાર બનાવી.

You might also like