ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

728_90

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત દેશભરમાં સૌથી મોટા વાઈબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીકરશે.આવતી કાલે સવારે તેઓ નવમી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯નું ઉદઘાટન પણ કરશે.તેઓ આજે બપોરે ૧.૫૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારબાદ તેઓ હેલિકૉપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે. ગ્લોબલ ટ્રેડ શોના ઉદ્ઘાટન બાદ તેઓ એક કલાક સ્ટોલની રૂબરૂ મુલાકાત લેશે

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર આશરે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોમાં સૌ પ્રથમવાર બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે.ટ્રેડ શો ૨૦ જાન્યુઆરીએ બપોર બાદ તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

ગાંધીનગરમાં ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. આ શોમાં બુલેટ ટ્રેન સિમ્યુલેટર,આફ્રિકન પેવેલિયન, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેપ્લિકા મૂકવામાં આવશે. આ ટ્રેડ શોમાં ૩૨ દેશ શોમાં ભાગ લઈ રહ્યા છે છે.

ટ્રેડ શોમાં બાયર-સેલર મીટ માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો છે .૧૫૦૦થી વધુ દેશ-વિદેશ અને સ્થાનીય ખરીદદારો તેમજ વેન્ડર ડેવલપમેન્ટ માટે ૧૦૦ જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે.૧૦,૦૦૦ જેટલી ખરીદ-વિક્રેતા બેઠકો યોજાશે. આમ આ ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે યોજનારી આ બેઠકો દ્વારા રૂ.૨૦૦૦ કરોડ જેટલી રકમના વેપારની આપ લે થવાની શક્યતા છે.

સાથે ૧.૫ લાખ મુલાકાતીઓ અને વિશ્વના વિવિધ ૧૦૦ દેશના ૩૦૦૦ આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. ગ્લોબલ સમિટમાં નેધરલેંડની કંપની દ્વારા ઊડતી કારનું મોડલ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહાત્મા મંદિરની સામે સ્થિત સોલ્ટ માઉન્ટ પર 3D ફિલ્મ પણ બતાવવામાં આવશે અને જેનું ઉદઘાટન પણ મોદી કરશે

ગ્લોબલ ટ્રેડ શોમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, બુલેટ ટ્રેન સિમ્યુલેટર, ફાર્મ ટુ ફેબ્રિક પેવેલિયન તથા ખાદી જેવા વિષયને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ફેશન શો મહત્ત્વનું આકર્ષણ બની રહેશે. ટ્રેડ શોનાં અન્ય આકર્ષણોમાં રોબોટિક્સ અને લેસર કટિંગનું પ્રદર્શન, મેડિકેર અને હેલ્થ, ઓડિયો વિઝ્યુઅલ સર્વિસિસ, આઇટીઇએસએન્ડ કોમ્યુનિકેશન જેવા વિષયો છે વડા પ્રધાન ૬.૪૦થી સાંજના૭.૨૦ કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં હાજરી આપશે ત્યારબાદ ૭.૩૦થી ૮.૩૦ કલાક સુધી મહાનુભાવો સાથે ગાલા ડિનર કરશે ૮.૩૫ વાગ્યે દાંડી કુટિરથી રાજભવન જવા રવાનાવથશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. મોદી રાજભવન ખાતે બે રાત્રિનું રોકાણ કરશે.

You might also like
728_90