આજે ભાજપની પ્રથમ તબક્કાની યાદી જાહેર નહીં થાય

નવી દિલ્હી: ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરના નિધનના કારણે આજે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક મુલતવી રહી છે. આજે ભાજપનું પ્રથમ તબક્કાનું લિસ્ટ જાહેર થવાનું હતું, પરંતુ તે આજે જાહેર થઇ શકે તેવી શક્યતા નથી.  ઉલ્લેખનીય છે કે ભાજપે હજુ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો માટે એક પણ યાદી જાહેર કરી નથી.

ચૂંટણીની તારીખ નજીક આવતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારો વિશે મંથન શરૂ થઇ જતું હોય છે. કોંગ્રેસ પક્ષ આજે ચૂંટણી સમિતિની બેઠક કરશે, તેમાં ઘણા ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસ અત્યાર સુધી ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને પૂર્વોત્તરના ઘણા ઉમેદવારોનાં નામની જાહેરાત કરી ચૂક્યું છે.

૧૧ એપ્રિલે યોજાનાર પહેલા તબક્કાના મતદાન માટે આજે યાદી જાહેર કરાશે. આજથી જ આ બેઠકોના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરી દેશે. પહેલા તબક્કામાં ર૦ રાજ્યની ૯૧ બેઠકો પર મતદાન થશે. લોકસભા ચૂંટણી ર૦૧૯ માટે મંચ તૈયાર છે અને આજથી જ તેની શરૂઆત થવા જઇ રહી છે.

પહેલા તબક્કાના ઉમેદવારી ફોર્મ પણ આજથી ભરાશે. રાજકીય પક્ષોમાં બેઠકોનો સિલ‌િસલો સતત ચાલુ છે. આજે કોંગ્રેસની પણ બેઠક યોજાવાની છે, પરંતુ મનોહર પારિકરના નિધનના કારણે ભાજપની બેઠક મુલતવી રખાઇ છે.

divyesh

Recent Posts

ચૂંટણી આવતાં વિપક્ષો EVMનો રાગ આલાપે છે

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો અને કેટલાક લોકોએ ઇવીએમને બદનામ કરવાનો જાણે કે ઠેકો લીધો…

8 hours ago

મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી…

9 hours ago

ચૂંટણી આચારસંહિતા હળવી થતાં મ્યુનિ. વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફાર

ગઇ કાલે લોકસભાની અમદાવાદ શહેર જિલ્લાની ત્રણ બેઠક સહિત રાજ્યની તમામ ર૬ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતી ગયા બાદ જિલ્લા…

9 hours ago

નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 25 ઇવીએમ-વીવીપેટ ખોટકાયાં

ગઇકાલે અમદાવાદ શહેર-જિલ્લામાં દિવસભર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. જો કે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોમાં મેડિકલ ટીમ…

9 hours ago

ધો.12 સાયન્સનું 9 મે, ધો.10નું પરિણામ તા. 23 મેએ જાહેર થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે.…

9 hours ago

ઈન્દ્રપ્રસ્થ ટાવરના દસમા માળેથી અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી

શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ…

9 hours ago