ત્રિપલ તલાક ગેરબંધારણીય, સુપ્રિમ કોર્ટે આપ્યો ચુકાદો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સંસદમાં કાયદો બનાવે.  છ મહીનાની અંદર કેન્દ્ર સરકાર કાયદો બનાવે. ત્રિપલ તલાક પર છ મહિના સુધી રોક રહેશે. સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો ઇન્કાર કર્યો. સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું. ત્રણ તલાકએ આર્ટીકલ 14,15 અને 21નું ઉલ્લંઘન નહીં એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું. આજથી એક સાથે ત્રણ તલાક સમાપ્તનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટના પાંચ જ્જમાંથી ત્રણે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું.

સમગ્ર દેશમાં લાંબી ચર્ચાઓ બાદ આજે ત્રણ તલાક અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. 11 મેથી સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયેલ ત્રણ તલાકનાં મુદ્દાની સુનવણી 18 મેએ પુરી થઇ અને કોર્ટે પોતાનો આદેશ સુરક્ષીત રાખ્યો હતો.

નોંધનીય છે કે 5 જજોની બેન્ચે આ મુદ્દે સુનવણી કરી હતી. કોર્ટે આ સુનવણી 6 દિવસ સુધી ચાલી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા હલફનામાનામાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓત્રણ તલાકની પ્રથાને યોગ્ય નથી માનતા અને તેને ચાલુ રાખવાનાં પક્ષમાં નથી. સુનવણી દરમિયાન એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ત્રણ તલાકને દુખદાયી પ્રથા જણાવતા કોર્ટને અપીલ કરી કે તેઓ આ મુદ્દે મૌલિક અધિકારોનાં અભિભાવન સ્વરૂપે પગલું ઉઠાવશે.

બીજી તરફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ત્રણ તલાક છેલ્લા 1400 વર્ષથી ચાલે છે. જો રામનો અયોધ્યામાં જન્મ થવુ આસ્થાનો વિષય છે તો ત્રણ તલાકનો મુદ્દો શા માટે નહી.

You might also like