અાજ સાંજથી કાંકરિયા કાર્નિવલનાે રંગારંગ પ્રારંભ

અમદાવાદ: અાજ સાંજથી નયનરમ્ય કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના હસ્તે અાઠમા કાંકરિયા કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ કરાશે. તા. ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારા અા કાર્નિવલ દરમિયાન ૨૫થી ૩૦ લાખ મુલાકાતીઅો ઊમટી પડશે. જો કે કાર્નિવલની પરંપરા મુજબ તમામ મુલાકાતીઅોને કાંકરિયામાં મફત પ્રવેશ અપાશે. અા પ્રસંગે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના હસ્તે ઇડબલ્યુઅેસ અને એલઅાઈજીનાં રૂ. ૨૦૧.૫૨ કરોડના મકાનોની ભેટ અપાશે.

કાંકરિયા કાર્નિવલમાં સાતે સાત દિવસ િવવિધ સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ, અને ડોગ શો ,હિન્દી પ્લે લેક સીંગિંગ, વંદે ઇન્ડિયા થીમ, રોક બેન્ડ્સ, ડ્રામા, તબલાં, માઉથ અોર્ગન પર્ફોર્મન્સ, લાઈટિંગ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ભવ્ય અાતશબાજી જેવા સુંદર કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવ્યું છે.

મ્યુનિ. શાળાનાં બાળકો દ્વારા ‘રેતનાં રતન’ થીમ પર આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત કોર્પોરેશન સંચાલિત અોટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે િવના મૂલ્યે ઉપલબ્ધ કરાશે. અાની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોનેે રૂ. ૨૦૧.૫૨ કરોડનાં મકાનોની ભેટ મળવાની છે.

મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના હસ્તે રૂ. ૩૨૯.૨૩ કરોડનાં કામોનું અાજે લોકાર્પણ-ભૂમિપૂજન કરાશે. જેમાં ઇડબલ્યુઅેસ અને એલઅાઈજી મકાનોના રૂ. ૨૦૧.૫૨ કરોડના કામોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

અા ઉપરાંત બાયો ગેસ બોટલિંગ પ્લાંટ (રૂ. ૧૩.૦૦ કરોડ), સફાઇ કામદાર અાવાસ યોજનાનાં મકાનો (રૂ. ૮૦.૨૮ કરોડ), ચાંદખેડા ફાયર સ્ટેશન (રૂ. ૧૦.૨૬ કરોડ) બોડકદેવ પાયલ ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન (રૂ. ૬.૭૨ કરોડ), ઇન્દ્રપુરી સુઅેજ પમ્પિંગ સ્ટેશન (રૂ. ૨.૩૦ કરોડ), વેજલપુર સુઅેજ પમ્પિંગ સ્ટેશન (રૂ. ૧૦.૮૫ કરોડ) સરસપુર બાળ સ્નાનાગાર (રૂ. ૯૦ લાખ)નું લોકાર્પણ તેમજ ખાનપુર જે.પી. ચોકનું જયપ્રકાશ .નારાયણની પ્રતિમા સાથે નવીનીકરણ અને ચાણક્યપુરી અોવરબ્રિજ નીચે લેડીઝ જિમ્નેશિયમ, વાંચનાલય અને ફિઝિયોથેરાપી સેન્ટરનું ભૂમિપૂજન જેવા કામોનો પણ સમાવેશ થાય છે.

કાર્નિવલમાં અડવાણી હાજર રહે તેવી શક્યતા
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અાજે સવારથી અમદાવાદ અાવી પહોંચ્યા છે. સર્કિટ હાઉસમાં રોકાણ કરનાર અડવાણી અાવતી કાલે કચ્છમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જો કે તેઅો સાંજે કાર્નિવલમાં પણ હાજર રહે તેવી શક્યતા છે.

You might also like