વડોદરામાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીનું આજે લોકાર્પણ

અમદાવાદ: ભારતની પહેલી અને વિશ્વની ત્રીજી રેલવે યુનિવર્સિટીનું આજે વડોદરા ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે. સાથે-સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલમાર્ગથી જોડવા માટે કેવડિયા ખાતે રૂ.૨૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરાયું હતું.

રેલવે યુનિવર્સિટીની પહેલી બેચમાં ૨૦ રાજ્યમાંથી આવેલા ૧૦૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, જેમાં ૮૬ વિદ્યાર્થીઓ અને ૧૭ વિદ્યા‌િર્થનીઓ છે. બીએસસી ઈન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બીબીએ પ્રોગ્રામ ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ જેવા બે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હાલમાં યુનિવર્સિટીમાં રખાયા છે. ૨૦૧૯-૨૦માં માસ્ટર પ્રોગ્રામ પણ શરૂ કરાશે. રેલવે યુનિવર્સિટીના નિર્માણ માટે કુલ ૪૨૧ કરોડનું ફંડ વાપરવામાં આવ્યું છે.

૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ અન્ય એક બિલ્ડિંગમાં રેલવે યુનિવર્સિટીના અભ્યાસક્રમની શરૂઆત કરાઈ છે. આ યુનિવર્સિટી અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટી રશિયાની મોસ્કો સ્થિત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપોર્ટ પીટર્સબર્ગની સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી સાથે એફિલિયેશન કરી રહી છે.

You might also like