Categories: Dharm Trending

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સ્વામી શનિ બને છે. આજના દિવસે શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે, અંબાજી પ્રાગટ્યોત્સવ, માધ સ્નાનારંભ, ૨૦૧૯ સાથે ચંદ્ર ખંડગ્રાસ ગ્રહણ સહિત દિવસ મહત્વનો બન્યો છે

આજે મા અંબાનો પ્રાગટય દિન અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અંબાજીમાં ઉજવાશે. આજે ફૂલોથી મંદિરને સજાવાયું છે. માને આજે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવા સાથે વિશેષ મહાપૂજા થશે એટલું જ નહીં અંબાજીના નગરજનો આજે ઘેર ઘેર દીવા પ્રગટાવીને મા અંબાનાં જન્મનાં વધામણાં કરશે.

આજે મા અંબાની સન્મુખ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ ,છપ્પનભોગ અન્નકૂટ અને હાથી ઘોડા પાલખી સાથે માતાની ભવ્ય પાલખી સાથે શોભાયાત્રા નીકળશે.આજે અંબાજીમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓને મા અંબિકા ભોજનાલયમાં ખાસ નિઃશુલ્ક મિષ્ટન ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

આજનો દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતો હોઈને જગદંબાને વિવિધ શાકભાજી ધરાવવામાં આવશે. માઇભક્તો દ્વારા જગદંબાની શોભાયાત્રા દરમિયાન સુખડીનો પ્રસાદ, મીઠી, ચોકલેટ, કેક વહેંચીને ઉજવણી કરાશે. મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ૩૭૦ પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સમન્વય છે. તેથી આજનો દિવસ પુણ્યબળની વૃદ્ધિ માટેનો છે આજના દિવસથી માઘ સ્નાનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તેથી આજે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago