આ રીતનો છે PM મોદીનો આજનો કાર્યક્રમ

ગાંધીનગરઃ આજથી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2017નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ધાટન થવાનું છે. ત્યારે પીએમ મોદીની આજના કાર્યક્રમની વાત કરીએ, તો આજે સવારે 9-00 કલાકે નોબેલ ડાયલોગ કાર્યક્રમમાં મોદીએ હાજરી આપી હતી. ત્યાર બાદ બપોરે 3.30 કલાકે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. સાંજે 6.30 કલાકે ટોચના 50 સીઇઓ સાથે  પીએમ ટેબલ કોન્ફરન્સ કરશે અને રાત્રે મહાત્મા મંદિરના ટેરેસ પર ગાલા ડિનર લેશે.  ત્યાર બાદ રાત્રે 10-00 કલાકે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.  આ બધા કાર્યક્રમોની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી વચ્ચે પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના વહીવટી બાબતેની સમીક્ષા કરવામાં આવશે

આજની સમિટમાં પીએમ મોદી 34 મિનિટનુ ભાષણ  આપવાના છે.  8મી સમિટમાં 125 મહેમાનોને સ્થાન અપાશે. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી 3.30 કલાકથી અઢી કલાક સુધી સમિટમાં રોકાશે. કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડની થીમ સાથે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટની આઠમી સમિટ છે. 12 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે છે. જેમાં 15 દેશના ડેલીગેશન હાજરી આપવાના છે. 50 ગ્લોબલ સીઇઓ આ સમિટમાં હાજરી આપવાના છે. નવ નોબલ પારિતોષિત વિજેતાઓ પણ હાજર રહેશે. વિવિધ સેમિનારમાં કેદ્રના 11 મંત્રીઓ પણ હાજર રહેશે

home

You might also like