અાજે વેચાઈ શકે છે સર્ચ અેન્જિન યાહુ

નવી દિલ્હી:  ઇન્ટરનેટની દુનિયામાં ક્યારેક રાજ કરી ચૂકેલી કંપની યાહુ ઇતિહાસ બની જશે. અાપણે હવે યાહુ અંગેની જાણકારી ઇન્ટરનેટ પર મેળવવાની રહેશે. ગૂગલ અને ફેસબુકને ખરીદવાની યોજના બનાવનાર યાહુના કોર બિઝનેસને ખરીદનાર લગભગ નક્કી થઈ ચૂક્યા છે. દિગ્ગજ અમેરિકી કંપની વેરાઈઝન યાહુને પાંચ અબજ ડોલર (લગભગ ૩૩,૫૭૪ કરોડ રૂપિયા)માં ખરીદવા જઈ રહી છે.

સોમવારે ખરીદીની સમજૂતી પર મહોર લાગી શકે છે. અત્યાર સુધી બંને કંપનીઅો તરફથી અા અંગે કંઈ પણ કહેવાયું નથી. વેરાઈઝને ગયા વર્ષે ૪.૪ અબજ ડોલર (૨૯,૫૫૪ કરોડ રૂપિયા)માં અેઅોએલ ખરીદી હતી. યાહુના એડ્વર્ટાઈઝ ટૂલનો ઉપયોગ દુનિયામાં ઝડપથી વધતા ઇન્ટરનેટ વ્યવસાય માટે કરવામાં અાવશે.

વેરાઈઝન માટે સર્ચ અેન્જિન, ઇ-મેઇલ મેસેન્જર મદદગાર સાબિત થશે. ખરીદી પ્રક્રિયા સંપન્ન થતાં અોપરે‌િટંગ કંપની તરીકે યાહુનું અસ્તિત્વ પૂરું થશે. ત્યારબાદ કંપનીની યાહુ જાપાનમાં ૩૫.૫ ટકા અને દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અલીબાબામાં ૧૫ ટકાનો ભાગ બાકી રહેશે. યાહુના ૩૭ અબજ ડોલર (૨.૪૮ લાખ કરોડ રૂપિયા)ની માર્કેટ કેપિટલાઈઝેશનમાં અા બંનેનો મોટા ભાગનો હિસ્સો બચશે.

બ્લૂમબર્ગ ન્યૂઝ મુજબ યાહુ અને વેરાઈઝનના પ્રતિનિ‌િધઅો વચ્ચે લગભગ ૫ અબજ ડોલર પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. અા સમાચારથી યાહુના શેરમાં ૦.૬ ટકા જ્યારે વેરાઈઝનના શેરમાં ૧.૩ ટકાનો ઉછાળો અાવ્યો છે. યાહુને ખરીદવાની દોડમાં એટીએન્ડટી, વોરેન બફેટ સમર્થિત ક્વિકન લોનના સંસ્થાપક ડેન ગિલ્બર્ટના નેતૃત્વવાળો સમૂહ, ટીટીજી કેપિટલ, એલપી અને વેક્ટર કેપિટલ તેમજ સિકામોર પાર્ટનર્સ મુખ્ય હતા.

સ્ટેનફોર્ડના વિદ્યાર્થીઅોઅે કરી હતી સ્થાપના યાહુની સ્થાપના પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઅો જેરી યાંગ અને ડેવિડ ફિલોઅે ૧૯૯૪માં કરી હતી. શરૂઅાતમાં લોકો યાહુના પ્લેટફોર્મથી ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશતા હતા. યાહુ થોડાં જ વર્ષમાં દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની બની ગઈ હતી. ૨૦૦૮માં માઈક્રોસોફ્ટે તેને ખરીદવાની કોશિશ કરી હતી.

You might also like