આજે રિટાયર્ડ થશે INS વિરાટ, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

નવી દિલ્હીઃ ભારતીય નૈસેનાના બીજા વિમાન વાહક INS વિરાટને આજે સેવામાંથી હટાવવામાં આવશે. INS વિરાટ બીજુ ઉમદા વિમાન વાહક છે. જેણે ભારતીય નૈસેનાના 30 વર્ષ પૂરા કર્યા છે. આ પહેલાં તેણે બ્રિટનની રોયલ નેવીમાં 25 વર્ષ સેવામાં આપી હતી. તેનું ધ્યેય વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું.  જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે, તેજ સૌથી બળવાન છે.

INS વિરાટને હટાવતા સાથે આપણી નૌસેના પાસે બે વિમાન વાહક ઓછા થઇ જશે. કારણકે આ પહેલાં INS વિક્રાંતને સેવામાંથી હટાવવામાં આવ્યું હતું. એચએમએસ હર્મીસના નામથી ઓળખાતી શિપ 1959થી રોયલ નેવીમાં સેવા આપતી હતી. 1980ના દશકમાં ભારતીય નૌસેના માટે તેને સાડા છ કરોડમાં ખરીદવામાં આવી છે અને 12 મે 1987થી તેને સેવામાં શામેલ કરવામાં આવી છે.

INS વિરાટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ છે. આ દુનિયાનું એક માત્ર જહાજ હતું જે આટલું જૂનું હોવા છતાં સેવામાં વપરાતું હતું. જે સારી પરિસ્થિતિમાં પણ હતું. તેને ગ્રેટ ઓલ્ડ લેડીના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી નૌસેના કમાન તરફથી મળતી માહિતી મુજબ આ ઇતિહાસમાં સૌથી વધારે સેવા આપનારી શિપ છે.

http://sambhaavnews.com/

You might also like