ક્રિકેટમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક : ભારતે છીનવ્યો પાકિસ્તાનનો તાજ

કોલકતાઃ ભારતે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 178 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારત ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 2-0થી શ્રેણી કબ્જે કરી હતી. ભારત પાકિસ્તાનને પછાડીને સમગ્ર સીરીઝ પર કબ્જો તો મેળવી જ લીધો છે. જો કે હવે ભારતની નજર વ્હાઇટ વોશ કરવા પર રહેશે. આગામી ટેસ્ટ જીતીને 3-0થી વ્હાઇટ વોશ કરવા પર વિચારણા કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 376 રનનો પડકાર આપ્યો હતો. જો કે ન્યુઝીલેન્ડ 197 રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. આર. અશ્વિને તરખાટ મચાવતા ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે મોહમ્મદ શામીએ 2 વિકેટ ઝડપી હતી. ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્ટિન ગુપ્ટિલ 24 રને અશ્વિનની ઓવરમાં એલબી આુઠ થયો હતો.

લાથમ 74 રને સાહાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ નિકોલસ પણ 24 રને જાડેજાની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો.

કોલકાતા ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. જો ટીમ ઇન્ડિયા આજે જ કિવી ટીમને હરાવી દેશે તો તે પાકિસ્તાનને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી લેશે. આ શ્રેણીમાં જો ભારત ૧-૦ અથવા ૨-૧થી જીતશે તો તેના ૧૧૧ પોઇન્ટ થઈ જશે. આટલા જ પોઇન્ટ પાકિસ્તાનના છે, પરંતુ દશમ પોઇન્ટના તે ભારતથી આગળ છે. જો ટીમ ઇન્ડિયા આ શ્રેણી ૨-૦થી જીતી જાય તો તેના ૧૧૩ પોઇન્ટ થઈ જશે અને તે નંબર વન ટીમ બની જશે. જો ભારત ટોચનું સ્થાન હાંસલ કરી લેશે તો એવું આ વર્ષમાં ત્રીજી વાર અને કુલ ચોથી વાર બનશે. શ્રેણી જો ડ્રો થાય તો ૧૦૮ પોઇન્ટ સાથે ટીમ ઇન્ડિયા ચોથા સ્થાને ધકેલાઈ જશે અને ન્યૂઝીલેન્ડની ટીમ ૯૭ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને ચાલી જશે, જોકે આવું બનવાની કોઈ શક્યતા નથી.

ઘરેલુ મેદાન પર ૧૨ મેચથી અપરાજિત
ટેસ્ટ રેકોર્ડના મામલામાં ટીમ ઇન્ડિયાનું પલ્લું ભારે છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ ૫૫ મેચ રમાઈ છે, જેમાં ટીમ ઇન્ડિયાએ ૧૯ મેચ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને ૧૦ મેચમાં જીત મળી છે અને ૨૬ ટેસ્ટ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે ૨૦૧૨માં ભારતનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ તેને ૨-૦થી હરાવ્યું હતું. જો બંને દેશ વચ્ચે અંતિમ ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે અંતિમ શ્રેણી તેઓની જ ધરતી પર ૨૦૧૩-૧૪માં રમી હતી, જેમાં ભારતે ૦-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ ઘરેલુ મેદાન પર પાછલી ૧૨ મેચમાંથી ૧૦માં જીત હાંસલ કરી છે અને બે મેચ ડ્રો ખેંચી છે.

You might also like