સ્ટ્રગલ તો અાજે પણ કરું છુંઃ જોન

મુંબઇઃ એક્શન હીરોના રૂપમાં જાણીતો જોન અબ્રાહમ પ્રોડ્યૂસર તરીકે સાવ અલગ છે. પ્રોડ્યૂસર તરીકે તે ‘વિકી ડોનર’ અને ‘મદ્રાસ કેફે’ તેમજ ‘રોકી હેન્ડસમ’ જેવી ‍ફિલ્મો અાપી રહ્યો છે. જોન કહે છે કે હું એક્ટર અને પ્રોડ્યૂસર તરીકે એકદમ અલગ અલગ રીતે વિચારું છું. અાવા સંજોગોમાં એક કોમર્શિયલ કોમેડી ફિલ્મ ‘વેલકમ બેક’ હું કરી લઉ છું. એક અભિનેતા તરીકે તે ફિલ્મ યોગ્ય છે, પરંતુ પ્રોડ્યૂસર તરીકે તે ફિલ્મ કરતાં પહેલાં હું દસ વખત વિચાર કરીશ. કદાચ તે ફિલ્મ મારા પ્રોડક્શન હાઉસની ન પણ બની શકે.
હું ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કેફે’, ‘રોકી હેન્ડસમ’ કે ‘ફોર્સ-૨’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી. એક પ્રોડ્યૂસર તરીકે હું ખૂબ જ કેરફુલ છું. મારા પ્રોડક્શન હાઉસની ફિલ્મો અલગ હશે. હું બ્રાન્ડ વેલ્યૂ ખોવા ઈચ્છતો નથી. બોક્સ ઓફિસના અાંકડાઓમાં મને વિશ્વાસ નથી.‘મદ્રાસ કેફે’એ કરોડોની કમાણી કરી, પરંતુ તે એક એડલ્ટ કોમેડી જેટલી કમાણી ન કરી શકી, પરંતુ મને તે ફિલ્મ બનાવ્યાનો ગર્વ છે. હું ક્યારેય અસલામતી અનુભવતો નથી. હું ખૂબ જ ક્લિયર છું. મેં એક ફિલ્મ બનાવી છે અને મારે તે દર્શકોને બતાવવાની છે.
હું જ્યારે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં અાવ્યો ત્યારે લોકો વિચારતા હતા કે મોડલ્સ એક્ટિંગ ન કરી શકે. મારે તે સમયે ખૂબ સ્ટ્રગલ કરવી પડી, જોકે સ્ટ્રગલ તો હજુ પણ કરી રહ્યો છું. હું એક મોડલ હતો. મોડલ મોટા ભાગે નિષ્ફળ જાય છે, પરંતુ હવે જ્યારે હું પ્રોડ્યૂસર બન્યો છું ત્યારે ખાસ કરીને ‘મદ્રાસ કેફે’ બાદ લોકોના વિચારો મારા માટે થોડા બદલાયા છે. અા ફિલ્મ બાદ અમારી ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર્સે પણ મહેસૂસ કર્યું છે કે હું મેચ્યોર પર્ફોર્મન્સ અાપી શકું છું. હા, એ વાત લોકોએ માની તેમાં ઘણો સમય વીતી ગયો, પરંતુ હવે લોકો જોન અબ્રાહમને ઓળખી ગયા છે, છતાં પણ મારે દરેક ફિલ્મ સાથે મારી જાતને પ્રૂવ કરવી પડે છે.

You might also like