પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે કોંગ્રેસની આજે બેઠક

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પ્‍ાંચાયતમાં બે ટર્મ બાદ બહુમતી સાથે કોંગ્રેસ પક્ષ ફરી સત્તાનાં સૂત્રો સંભાળવા જઈ રહ્યો છે, જેના સંદર્ભે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરના અધ્‍યક્ષસ્થાને એક બેઠક મળનાર છે. અા બેઠકમાં અમદાવાદ જિલ્લા પ્‍ાંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળતાં જિ.પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા અંગે ચર્ચા-વિચારણા કરાશે.

અા વખતે અમદાવાદ જિલ્લા પ્‍ાંચાયતના પ્રમુખપ્‍ાદ માટે સામાન્ય મહિલા અનામત હોવાના કારણે મહિલા પ્રમુખ બનાવવામાં અાવશે. અમદાવાદ જિલ્લા પ્‍ાંચાયતમાં કોંગ્રેસની સાત મહિલાઅો ચૂંટાઈ અાવી છે. જેમાં શર્મિષ્ઠાબહેન હરપાલસિંહ ચુડાસમા, ઈચ્છાબહેન ભગવાનભાઈ પટેલ, કૈલાસબહેન સંજયભાઈ કોળી પટેલ, પુષ્પાબહેન કોળી પટેલ, સવિતાબહેન અશ્વિનભાઈ કોળીપટેલ, દેવકુંવરબા પ્રવીણસિંહ દાયમા અને ચંદ્રિકાબહેન ઠાકોરનો સમાવેશ થાય છે. આ પૈકીના શર્મિષ્ઠાબહેન, ઈચ્છાબહેન અને ચંદ્રિકાબહેનના નામે પ્રમુખપદ માટેની રેસમાં અગ્રેસર છે.

અા સાત મહિલાઅોમાંથી કોને પ્રમુખ બનાવવા તેના ઉપ્‍ાર ખાસ પ્રાધાન્યતા અાપવામાં અાવશે. અા ઉપરાંત જિલ્લા પ્‍ાંચાયતના ઉપપ્રમુખપદે પુરુષ ઉમેદવારને મૂકવા માટે ચર્ચા-વિચારણા કરવામાં અાવશે. અા ઉપરાંત વર્ષ 2000-05માં કોંગ્રેસની સત્તા દરમિયાન થયેલી ઘટનાઅોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સભ્યોને તાકીદ કરવામાં અાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું

અમદાવાદ જિ.પ્‍ાંચાયતની કુલ 34 બેઠકો તેમજ જિલ્લાની નવ તાલુકા પ્‍ાંચાયતોની કુલ 176 બેઠકો સહિત રાજ્યની જિલ્લા પ્‍ાંચાયતો અને તાલુકા પ્‍ાંચાયતોની ચૂંટણી બાદ ગઈ કાલે મતગણતરી હાથ ધ્‍ારાઈ હતી, જેમાં અદાવાદ જિલ્લા પ્‍ાંચાયત તેમજ નવ તાલુકા પ્‍ાંચાયતમાંથી ચાર તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. બે તાલુકા પ્‍ાંચાયતમાં ભાજપને સત્તા મળી હતી. ત્રણ તાલુકા પ્‍ાંચાયતમાં ટાઈ પડી છે.

You might also like