આજનાં બાળકો ઘડપણમાં તેમનાં ગ્રાન્ડ પેરન્ટસ કરતાં વધારે ખરાબ સ્વાસ્થ્ય ધરાવતાં હશે

આપણાં દાદા-દાદીઓનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય આપણાં કરતાં વધુ સારું હતુંં એવું આપણે નજરે જોયું છે. હવે વૈજ્ઞાનિકોએ ભવિષ્ય ભાખ્યું છે કે આજે ૬પ વર્ષના લોકોનાં જેવું સ્વાસ્થ્ય છે એના કરતાં ખરાબ સ્વાસ્થ્ય આજનાં બાળકો ૬પ વર્ષનાં થશે ત્યારે તેમનું થશે. અત્યારે ૧૦થી ૧૧ વર્ષનાં દર પાંચમાંથી એક બાળક ઓબીસ કે ઓવરવેઇટ છે. પુષ્કળ ગળી શુગરવાળી ચીજો ખાવી અને ઓછી એકસર્સાઇઝ એ માટે કારણભૂત છે. આ માટે વૈજ્ઞાનિકોએ જર્મની, સાઉથ આફ્રિકા, ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા એમ પાંચ દેશોમાં સર્વે કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like