અાનંદીબહેનની અાજે અાણંદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેરસભા

અમદાવાદ: મુખ્યમંત્રી અાનંદીબહેન પટેલ અાવતીકાલે તા. ૨૦ નવેમ્બરે અાણંદ તથા ગાંધીનગર જિલ્લા ખાતે જાહેરસભાને સંબોધશે, તેમજ વિવિધ અગ્રણીઅો અને અાગેવાનો સાથે બેઠકો યોજશે.
અાવતીકાલે સવારે ૧૧.૦૦ વાગ્યે અાણંદના અક્ષર ફાર્મ ખાતે અાનંદીબહેનની પહેલી જાહેરસભા યોજાશે. ત્યારબાદ તેઅો બપોરના ૧૨.૧૫ વાગ્યે અાણંદના અેલીકોન હોલમાં સામાજિક અાગેવાનો સાથે બેઠક કરશે.

સાંજે ૪.૦૦ વાગ્યે ગાંધીનગરના સાંતેજ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ બાદ કલોલના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે સાંજે ૫.૦૦ વાગ્યે વિશાળ જાહેરસભાને સંબોધીને તેઅો ભાજપને જીતાડવાની મતદારોને અપીલ કરશે. જ્યારે તાપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા અાવતીકાલે બપોરે ૩.૦૦ વાગ્યે અમરેલીના હનુમાનપરામાં સ્નેહમિલન કાર્યક્રમ કરશે. પ્રદેશ અધ્યક્ષ અાર. સી. ફળદુ નવસારીના સુરખાઇ ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે અને ત્યારબાદ તાપીના ટોકરવા ખાતે બપોરે ૨.૦૦ વાગ્યે કર્ાયકર્તા સંમેલનને સંબોધશે.

You might also like