તમાકુની વ્યસની માતાનાં બાળકોની આંખ સ્વસ્થઃ રિસર્ચમાં ખુલાસો

ચેન્નઈ : ચરસ, ગાંજો, મારીજુઆના તેમજ કોઈપણ પ્રકારના તમાકુના દુષ્પ્રભાવોથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ તાજેતરનો આ અભ્યાસ આપણને આશ્ચર્યમાં મૂકી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમાકુનું સેવન કરનારી ગર્ભવતી મહિલાઓના બાળકોને કોઈ નુકસાન થતું નથી પરંતુ ગર્ભમાં ઊછરી રહેલા બાળકની આંખ માટે તે ફાયદાકારક સાબિત થાય છે.
આ રિપોર્ટમાં દુનિયા દ્વારા સ્વીકારવામાં આવેલા મારીજુઆનાના નુકસાનની વાત જણાવાઈ નથી. ભારતીય સંશોધકો અરિજિત ચક્રવર્તી અને તેની ટીમ દ્વારા તૈયાર કરાયેલા મેડિકલ પેપર યુકેના એક જનરલમાં પ્રકાશિત થયા છે જેમાં ઉલ્લેખ છે કે મારીજુઆના ગર્ભસ્થ શિશુ પર માના આલ્કોહોલ લેવાથી થતાં નુકસાનને પણ ઘટાડે છે.
ચક્રવર્તી કહે છે કે અમે એવી ગર્ભવતી મહિલાઓને તમાકુનું સેવન કરવા કહેતા નથી જેઓ આલ્કોહોલ લે છે. પરંતુ આ વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ અભ્યાસ આવનારા સમયમાં આલ્કોહોલના પ્રભાવને ઘટાડવામાં મદદગાર સાબિત થશે. ચક્રવર્તીએ આ અભ્યાસમાં બાળકો પર પ્રયોગ કર્યો અને જાણ્યુ કે તુલનાત્મક રીતે આ બાળકોની દૃષ્ટિ વધુ સ્વસ્થ્ય હતી. જેની માતા તમાકુ આલ્કોહોલનું સેવન કરતી હતી.
ચક્રવર્તીએ આ અભ્યાસને ભારત માટે ખૂબ જ મદદરૂપ બતાવતાં કહ્યું કે અમીર પરિવારની મહિલાઓની વચ્ચે તમાકુ અને આલ્કોહોલ લેવું સામાન્ય વાત છે. અમે ભવિષ્યમાં આની ઉપર વધુ સંશોધન કરીશું.

You might also like