એ તમામ લોકોનો આભાર, જેમણે મારામાં રસ દાખવ્યોઃ પ્રિયંકા

પ્રિયંકા ચોપરાની હોલિવૂડ ડેબ્યૂ ‘બેવોચ’ના ટ્રેલરમાં તે એક સેકન્ડ માટે જોવા મળી રહી છે, જોકે તેનો લુક ખૂબ જ હોટ છે. સૂત્રોનું કહેવું છે કે તે ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. તેથી ટ્રેલરમાં તેને વધુ મહત્ત્વ અપાયું નથી, પરંતુ પ્રિયંકાનું કહેવું છે કે આ પ્રમોશનલ સ્ટ્રેટેજીનો ભાગ છે. હવે આમાં સચ્ચાઇ શી છે તે ફિલ્મની રિલીઝ પછી જાણવા મળશે. પોતાના જમાનાની લોકપ્રિય ધારાવાહિક ‘બેવોચ’ પર આધારિત ફિલ્મ ‘બેવોચ’ ૨૬ મે, ૨૦૧૭ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સફળતાથી જ પ્રિયંકા આઇએમડીબીની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટીના લિસ્ટમાં જે‌િનફર એનિસ્ટન અને લિયોનાર્ડો દી કેપ્રીઓ કરતાં આગળ ચાલી રહી છે. આ અંગે તે કહે છે કે હું ખૂબ ગૌરવ અનુભવું છું અને ઉત્સાહી છું.

હું એ તમામ લોકોનો આભાર માનું છું, જે લોકોએ મારામાં રસ દાખવ્યો અને જે લોકો મારા વિશે જાણવા ઇચ્છતા હતા. ભારતીય પ્રતિભાઓએ ટોપ ટેનના લિસ્ટમાં હોવું જોઇએ. હું ખુશ છું કે આ પોઝિશન પર પહોંચવામાં હું સફળ રહી છું. આ વર્ષે પ્રિયંકા બોલિવૂડની બે ફિલ્મોમાં જોવા મળશે. ગયા વર્ષે તે માત્ર એક જ ફિલ્મ ‘જય ગંગાજલ’માં જોવા મળી હતી.

home

 

You might also like