સરકાર બચાવવા રાવત સોનિયાના શરણે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની સરકાર સંકટમાં આવી ગઇ છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી હરીશ રાવત દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા માટે આજે  જશે. આ પહેલા રવિવારે મુખ્યમંત્રી પોતાના લશ્કર સાથે સચિવાલય પહોંચ્યા હતા. ત્યાં તેઓ બે કલાક સુધી રોકાયા હતા. પરંતુ અંદર શું થયું તે અંગે કોઇ જ માહિતી પ્રાપ્ત થઇ નથી. ત્યાં જ દિલ્હી સ્થિતિ વિધાયક હરક સિંહ રાવતે એવો આરોપ લગાવ્યો છે કે તેમના રૂમમાં જે પણ ફાઇલો હતી તેને ફાળીને તેમની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી જ્યારે વિધાનસભાની બહાર આવ્યા ત્યારે તેમની સાથે નાણામંત્રી પણ હતા. પરંતુ તેમણે મિડિયા સાથે વાત કરી ન હતી.  તો બીજી તરફ રાવતે તેમના સમર્થક વિધાયકોને જિમ કાર્બેટના એક રિસોટમાં મોકલી આપ્યા છે. હરીશ રાવતને વિધાનસભામાં 28મીએ બહુમતી સાબિત કરવાની છે. કોંગ્રેસ આ મામલે બીજેપી પર જોડતોડની રાજનીતિનો આરોપ પણ લગાવી રહી છે. તો બીજી તરફ બીજેપીનું કહેવું છે કે કોંગ્રેસ અંદરો અંદર મતમતાન્તરને કારણે મુશ્કેલીમાં આવી ગઇ છે.

 

You might also like