સ્ટ્રેસ દૂર કરવા કરો આટલું

માનસિક તાણ કાબૂમાં રાખવો હોય તો મન પર આપણો કાબુ વધારવો જરૂરી છે. બાહ્ય પરિસ્થિતિ પર આપણો કાબુ હોતો નથી. ત્યારે તણાવથી દૂર રહેવા માટે નિયમિત કસરત, સંયમિત ખોરાક અને વ્યસનથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

તમારા મન, વિચાર અને લાગણી પ્રત્યે સજાગ થવું ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો પોતાના મન અને લાગણી પ્રત્યે બિલકુલ જાગૃત હોતા નથી. ક્યારે કઇ પરિસ્થિતિમાં મન અશાંત થાય છે તેનું તટસ્થ ભાવે નિરિક્ષણ કરવાથી તેમા ઘણો ફાયદો થાય છે. ટાઇમ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે. ઓછા સમયમાં વધુ કામ કરવાનું આવે ત્યારે માનસિક તાણ ઉદ્ભવે છે. ત્યારે સમયનો સદઉપોયગ કરીને કામ કરવું જોઇએ.

આપણા મિત્રો અને કુટુંબીજનો સાથે વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કરીને ઘણી રાહત અનુભવાય છે. દરેક વાતને મનમાને મનમાં રાખ્યા વગર વાતો શેર કરવાથી પણ સ્ટ્રેસ ઘટાડી શકાય છે. જ્યારે તમે માનસિક તણાવ અનુભવો ત્યારે હળવી કસરતો અને સંગીત દ્વારા સ્ટ્રેસને દૂર કરવાનો પ્રયાસ કરવો. આ સિવાય તમારી ગમતી કોઇ પણ પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો.

You might also like