પર્યાવરણની રક્ષા માટે વિશ્વના તમામ લોકોએ આગળ આવવું પડશે- રાજ્યપાલ

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં વધી રહેલા ટેકનોલોજીના આધુનિકરણ અને જરૃરિયાતના સમન્વય વચ્ચે પર્યાવરણ અસમતુલીત થયું છે. આથી પર્યાવરણને બચાવવા માટે આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જરૃરી છે અને પર્યાવરણની રક્ષા કાજે શિક્ષણ ખૂબ જરૃરી બન્યું છે, તેમ આજે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું.

ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અને સીઇઇના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણને બચાવવાની ઝુંબેશના ભાગરૃપે અમદાવાદમાં ત્રિ-દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સને ખુલ્લી મુકતા રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ આપણી સાથે અંત સુધી જોડાયેલું રહે છે અને તેથી પર્યાવરણમાં સમાવિષ્ટ તમામ તત્વો આપણા પરિવાર જેવા છે.

પર્યાવરણ પર આધારિત શિક્ષા પર ભાર મૂકતાં રાજ્યપાલએ જણાવ્યું કે, શિક્ષણ દ્વારા વિકાસ સાધીને પ્રકૃતિને અનુરૃપ ઉત્પાદન થવું જોઇએ. આ પ્રસંગે સીઇઇના ડિરેકટર કાર્તિકેય સારાભાઇ તેમજ એલેકઝાંડર લાઇટ, સુશીલ કુમાર, ડૉ. અશોક ખોસલા, મહેશ પ્રધાન, પ્રાર્થનાબહેન સહિત દેશ-વિદેશમાંથી સાતસો જેટલા પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like