મગજને અસરકારક બનાવવા માટે સંગીત કે નવી ભાષા શીખો

સંગીતનાં વાજિંત્ર વગાડવાથી કે પછી અન્ય ભાષા બોલવાનું શીખવાથી મગજ વધુ કાર્યક્ષમ બને છે.

મ્યુઝિશિયન્સ અને દ્વિભાષી લોકો વધુ સારી મગજશકિત ધરાવે છે એમ એક અભ્યાસમાં જણાયું હતું. અન્ય લોકોની તુલનાએ આવા લોકો મગજ પાસેથી ઓછી મહેનતે સારું કામ કરાવી શકે છે.

આવા લોકો કોઇ એક કાર્ય કરવા માટે અન્યની તુલનાએ ઓછી મહેનતે સફળતા મેળવતા હોય છે તેમજ તેમને ચિત્તભ્રમ થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ પ્રકારના લોકો સારી યાદશકિત ધરાવે છે.

ચીજો કે ઘટનાઓને વધુ સહેલાઇથી યાદ રાખી શકે છે તેમજ સૂચનાઓની લાંબી યાદી યાદ રાખી શકે છે કે માનસિક ગણિત અત્યંત સહજપણે કરી શકે છે.

સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય છે. જેનો સંગીત સાથે સંબંધ ન હોય એવા લોકો આ મામલે પાછળ રહેતા હોય છે.

You might also like