ભારતે પાકિસ્તાનને પુરાવા આપવા પડે તે બાબત શરમજનક : બાબારામદેવ

નવી દિલ્હી : પઠાણકોટ હૂમલાનાં મુદ્દે યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે ભારતે પાકિસ્તાન સામે પુરાવા રજુ કરવા પડે તે ખુબ જ શરમજનક બાબત છે. ભારતે પાકિસ્તાનને એકવખત એવો પાઠ ભણાવવો જોઇએ કે તે પુરાવા માંગવાનું જ ભુલી જાય. ભારત એક શક્તિશાળી દેશ છે. ભારતે આતંકવાદનાં મુદ્દે પાકિસ્તાન સામે આક્રમક રહેવું જોઇએ. આ જ એક ઉપાર છે કે જેનાં દ્વારા આપણે પાકિસ્તાન પાસેથી કામની અપેક્ષા રાક્ષી શકીએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ રામદેવે જ્યારે સીમા પર બનેલ લોંગવાલા મંદિર પર જઇને જવાનો સાથે મુલાકાત યોજી હતી ત્યારે તેમણે કહ્યું કે તેમનું અને જવાનોનું એક જ કામ છે માત્ર ડ્રેસ કોડ અલગ છે. તેમણે કહ્યું કે સીમાનાં જવાનો દેશની રક્ષા બહારનાં દુશ્મનોથી કરે છે. અમે દેશની રક્ષા આંતરિક દુશ્મનોથી કરી રહ્યા છીએ.તેઓએ જવાનોને યોગ પણ શિખવાડ્યા હતા. કંપની કમાન્ડર મંગલસિંહે તેમણે સીમા પર થતા પેટ્રોલિંગ તથા ડ્યૂટી સંબંધીત અન્ય માહિતી પણ આપી હતી.
રામદેવે લોંગેવાલાને તિર્થનો દરજ્જો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મંદિર પર 1971નાં યુદ્ધમાં પાકિસ્તાને 3000થી પણ વધારે બોમ્બ ફેંક્યા હતા. જો કે તે પૈકી એક પણ બોમ્બ ફાટ્યો નહોતો.

You might also like