ટ્રેનના એન્જિનમાં લાગશે કેમેરો, મોટી દુર્ઘટના રોકી શકાશે

નવી દિલ્હીઃ રેલવે દુર્ઘટનાને રોકવા માટે રેલ મંત્રાલયે ટ્રેનના એન્જિનમાં કેમેરો લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ટ્રેનના એન્જિનમાં એલારામ સિસ્ટમ સાથે કેમેરામાં ચહેરો ઓળખી શકાય તેવું સોફ્ટવેર પણ લગાવવામાં આવશે. જેનાથી રેલ દુર્ઘટના ટાળી શકાશે. આ સોફ્ટેવરથી જો ટ્રેનનો ડ્રાઇવર સુઇ જાય તો કંટ્રોલ રૂમને એલર્ટ મોકલવામાં આવશે. આ તકનીક ડિઝલ લોકોમોટિવ વર્ક્સ વારાણસી દ્વારા વિકસાવવામાં આવી છે.

લોકો કેબ વીડિયો એન્ડ વોઇસ રેકોર્ડિંગ સિસ્ટમના નામની આ તકનીકમાં વીડિયો, કેમેરા, માઇક્રોફોન અને ડિજિટલ વીડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે. આ તકનીક દુર્ઘટના બાદ તપાસમાં પણ કામ આવી શકે છે. આ સિવાય દુર્ઘટનાનું જોખમ જાણવા પર કેસ રિકગનિશન સોફ્ટવેર લોકો કેબ્સ અને ટ્રાફિક કંટ્રોલ સેન્ટર સુરક્ષા કાર્ય માટે એલર્ટ મોકલી શકે છે. એલસીવીઆર સિવાય, ડીઝલ લોકોમોટિવ વર્ક્સે સમગ્ર દેશમાં એન્જિનની દેખરેખ માટે એક પ્રણાલી વિકસાવી છે. જેનાથી એન્જિન પર દેખરેખ રાખી શકાશે.

http://sambhaavnews.com/

You might also like