3 લાખથી વધારેની કેશ લેવડ-દેવડ પડી શકે છે ભારે

નવી દિલ્હીઃ સરકાર 3 લાખથી વધારેની કેશ લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી વિશેષ તપાસ સમિતી દ્વારા આપવામાં આવેલી સલાહને ધ્યાનમાં રાખીને સરકારે અર્થવ્યવસ્થાને અસર કરી રહેલા કાળા નાણાંના પ્રવાહને ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ ઉદ્યોગ વ્યાપાર જગતમાં ભારે વિરોધ હોવા છતાં સરકાર એસઆઇટીના આ મંતવ્ય પર મોહર મારવાની છે. આ સાથે જ 15 લાખથી વધારે કેશ રાખવા પર પણ બેન રાખવામાં આવશે. ત્યારે અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આમ કરવાથી ટેક્સ અધિકારીઓનો સામનો કરવો નહીં પડે.

3 લાખ રૂપિયાની લિમિટ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રેડિટ કે ડેબિટ કાર્ડ્સ અથવા તો ચેક અથવા ડ્રાફ્ટ્સ દ્વારા ટ્રાજેક્સન સુનિશ્ચિત કરવાનું છે. જેથી સરળતાથી માહિતી પ્રાપ્ત કરી શકાય. કાળાનાણા પર સરકાર સતત કામ કરી રહી છે અને ઓથોરિટીએ જ્વેલરી અને કારની કેશ ખરીદીના અનેક કેસ પકડ્યા છે.

 

You might also like