TIPS: સહકર્મીઓ સાથે આ 3વાતો કરતાં પહેલાં વિચારો

નવી દિલ્હી: તમે જ્યાં નોકરી કરો છો તે વર્કપ્લેસ (કાર્યસ્થળ)પર તમારે ઘણી સાવધાની રાખવાની જરૂર છે તેમજ સતર્ક રહેવાની જરૂર છે. જો તમારા નોકરી કરવાના સ્થળે કોઇ વિવાદીત મુદા પર વાત કરો છો તો સહકર્મીઓ સાથે તમારી ઇમેજ ખરાબ બની જાય છે. એટલા માટે કાયમ એ વાતનું ધ્યાન રાખો કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં વિવાદીત વિષયો પર ચર્ચા કરશો નહીં.

ધર્મ
કાર્યસ્થળ પર તમારા ધાર્મિક વિશ્વાસ પર ચર્ચા કરવાની વાતને લઇને દૂર રહો. આ ઉપરાંત કોઇ પણ ધર્મની નિંદા કે તેની પરના વાદ વિવાદની સ્થિતિમાં હંમેશા દૂર રહેવું જોઇએ. અમે એવું નથી કહેતા કે તમે નોકરી કરો છો તે જગ્યા પર તમારા ધર્મને છુપાઇને રાખો. તમે તમારા ઘર્મ પર ગર્વ કરો પરંતુ કોઇ બીજાના ઘર્મ પર વિવાદીત વાતચીત કરશો નહીં.

રાજનિતી
ઘણીવાર લોકો તેમની રાજકીય વિશ્વાસને લઇને ભાવુક થઇ જાય છે અને નોકરીની જગ્યા પર રાજકીય વાદ-વિવાદ અને ચર્ચા શરૂ કરી દે છે. આવું કરવાથી હંમેશા બચવું જોઇએ. તમારી નોકરીની જગ્યા પર તમારા પસંદગીના નેતાના વખાણ અને વિપક્ષની નિંદા કરવાથી દૂર રહો તેનાથી તમારા કામમાં મુશ્કેલી ઊભી થાય છે.

સેક્સ લાઇફ
નોકરી કરવાની જગ્યા પર તમારી સેક્સ લાઇફ માટે કોઇ ચર્ચા કરશો નહીં. જો તમે એવું કરો છો તો તેનાથી અન્ય લોકો શરમમાં મુકાતાં ત્યાંથી ખસી જવું પડે છે. બની શકે કે તમારે સેક્સ્યુઅલ હરેસમેન્ટની સ્થિતિનો સામનો કરવો પડે. તેથી નોકરીના સ્થળે તમારી વ્યક્તિગત જીવન અને સેક્સ પર વાતચીત ના કરો.

 

You might also like