અમેરિકી જહાજનાં 35 કર્મચારીઓને 5 વર્ષ કારાવાસ

ચેન્નાઇ : તૂતીકોરિનની એક કોર્ટે સોમવારે અમેરિકી જહાજ એમવી સીમૈન ગાર્ડ ઓહિયોનાં ચાલકદળનાં 10 સભ્યો અને 25 સુરક્ષાકર્મચારીઓને પાંચ વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. ભારતીય તટરક્ષકોએ જહાજને ભારતીય સમુદ્રી સીમામાં 2013માં પકડ્યું હતું. આ જહાજ સમુદ્રી ડાકુઓની વિરુદ્ધ સમુદ્રી સુરક્ષા આફનારી કંપની એડ્વાંડફોર્ટનું છે.

સ્થાનિક અધિકારી કે.શિવકુમારે જણાવ્યું કે, અમેરિકી જહાજમાંથી ઝડપાયેલા તમામ 35 લોકોને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત પ્રત્યેકને 3000 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જહાજને ડિઝલ પહોંચાડનારા 8 લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. તટરક્ષકનાં અનુસાર જહાજનાં સંચાલક દળમાં 8 ભારતીયો અને બે યુક્રેની હતા જ્યારે 6 બ્રિટીશર હતા. 14 એસ્ટોનિયન, એક યુક્રેની અને ચાર ભારતીય નાગરિક સુરક્ષા ગાર્ડસ પણ હતા.

ઓક્ટોબર 2013માં તુતીકોરિન કિનારાથી 15 માઇક દુર પશ્ચિમ આફ્રીકી દેશ સિએરા લિયોનનાં ધ્વજવાળું આ જહાજ દેખાયું હતું. આ જહાજમાંથી પકડાયેલા લોકો પાસે યોગ્ય પુરાવા ઉપરાંત બિનકાયદેસર રીતે હથિયાર રાખવાનાં કેસમાં પકડવામાં આવ્યા હતા. રાજ્ય પોલીસે દાવો કર્યો કે જહાજે અંગત સૂત્રોની મદદથી બિનકાયદેસર રીતે 1500 લીટર ડિઝલની ખરીદી કરી હતી.

You might also like