તીથલ બીચનો દરિયો બન્યો ગાંડોતૂર, 10 થી 12 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

વલસાડ: વલસાડનો તીથલ બીચનો દરિયા આજે ગાંડોતૂર બન્યો હતો. મોટી ભરતીને કારણે દરિયામાં 10 થી 12 ફૂટ જેટલા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા હતા. ચોમાસા દરમિયાન ભરતીને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ચોમાસાનો પહેલો નઝારો જોવા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલ પહેલી રૌદ્ર ભરતીને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને વલસાડવાસીઓ ઉમટ્યા હતા.

તીથલ બીચ પર ઉછળતા મોઝાની વાંછટને માણતા લોકોના જીવ તળાવે ચોંટ્યા હતા. ધીરે ધીરે આગળ વધતા દરિયાના મોજા કાંઠા પર બનાવેલી પ્રોટેક્સન વોલથી પણ વધારે ઉંચાઈ પર અથડાતા હતા. તીથલમાં પર્યટકો દુર દુરથી આવી રહ્યા હોવાછતાં તંત્રની વ્યસ્થાથી લોકો નારાજ જોવા મળ્યા હતા.

ભરતીના સમયે જે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ અને લોકોને અમુક અંતરથી આગળ ન જવા દેવા જોઈએ કોઈ જ વ્યવસ્થા જોવા મળી નહોતી. તીથલના દરિયા કિનારે આવતી ભરતી લોકો ને ખુબ જ આકર્ષે છે, ત્યારે આ વિનાશક ભરતીને કારણે અગાઉ પણ અનેક પ્રવાશીઓએ જીવ પણ ગુમાવ્યા છે. પ્રસાસન દ્વારા માત્ર લેખિતમાં સુચનાના બોર્ડ આપી સંતોષ માની રહ્યા છે.

પહેલી વાર આવતા પ્રવાસીઓને એપણ ખબર નથી હોતી કે આગળ દરિયો કેટલો ઊંડો હોય છે. સ્થાનિક પ્રવાસન વિભાગ દ્વારા મળતી મૂળભૂત સેવાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા પણ જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી જોઈએ તે વ્યવસ્થા જોવા મળી રહી નથી.

You might also like