ટાઈટેનિક જહાજની ચાવીની રૂ.૭૦ લાખમાં હરાજી થઈ

લંડન: ટાઈટેનિક જહાજની એક ચાવીની ૮૫ હજાર પાઉન્ડ અથવા તો ૭૦ લાખ રૂપિયામાં હરાજી થઈ છે. અા જહાજ વર્ષ ૧૯૧૨માં અકસ્માતનો શિકાર બન્યું હતું. તેના લાઈફ જેકેટ લોકરની અા ચાવી છે. ડેવીજેસમાં થયેલી હરાજીમાં ચાવી સહિત ટાઈટેનિક સાથે જોડાયેલી ૨૦૦થી વધુ વસ્તુઅો વેચવામાં અાવી.

હરાજી કરનાર એન્ડ્રયુ એલ્ડીરજને અા ચાવી ૫૦ હજાર પાઉન્ડમાં વેચાય તેવી અાશા હતી. અા ચાવી સિડની સેડુનરી પાસે હતી. તેમનું પણ ટાઈટેનિક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે બીજાનો જીવ બચાવવા માટે ખુદની જિંદગી કુરબાન કરી હતી. ૧૪ અેપ્રિલ, ૧૯૨૨ના રોજ ટાઈટેનિક િવશાળ હિમખંડ સાથે ટકરાઈને એટલા‌િન્ટક મહાસાગરમાં ડૂબી ગયું હતું, તેમાં ૧૫૦૦ યાત્રી અને ચાલકદળના સભ્ય મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૭૧૦ લોકો બચી ગયા હતા.

અા હરાજીમાં જહાજના ચીફ અોફિસર હેનરી વિલ્ડેના પત્રોનો સંગ્રહ પાંચ હજાર પાઉન્ડમાં વેચાયો હતો. ટાઈટેનિકમાંથી લખાયેલા એક પત્રમાં તેમણે સંકેત અાપ્યો હતો કે તેમને જહાજ અંગે ખોટી જાણકારી અપાઈ હતી.

You might also like