500-1000ની ઇફેક્ટ, તિરૂપતિ મંદિરમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ મશીનથી દાન

હૈદ્રાબાદઃ મોટી નોટો બંધ થયા બાદ બુધવારથી કેટલાક મંદિરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. મંદિરો અને તિર્થસ્થાનોમાં ચોક્કસ પ્રકારની નોંધ ટ્રસ્ટ દ્વારા લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવી છે કે પ્રતિબંધિત નોટો મંદિરની દાન પેટીમાં દાન કરવામાં ન આવે.  વૃંદાવનમાં મંદિરોમાં ભક્તોએ કહેવામાં આવ્યું છે કે બેન નોટો દાનપેટીમાં ન નાખે. જ્યારે પ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં મોટીનોટો સ્વીકાર કરવામાં આવી સાથે જ ભક્તોની સુવિધા માટે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મશીન પણ લગાવવામાં આવ્યાં છે. મંદિરમાં ભક્તોને ફ્રીમાં ખાવાનું પણ ખવડાવવામાં આવ્યું જેમની પાસે નોટ બેન થવાને કારણે પૈસા બચ્યા ન હતા.

તો આ તરફ દેશના પ્રસિદ્ધ મંદિરોના ટ્રેસ્ટો દ્વારા એવા પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે 500 અને 1000 રૂપિયાની નોટોનું દાન દાનપેટીમાં ન કરે. ઉલ્લેખનિય છે કે મોટી નોટોના બેન બાદ મંદિરોની દાનપેટીમાંથી કરોડો રૂપિયાની મોટી નોટો મળી આવી છે. ત્યારે હવે મંદિરોએ 1000ની અને 500ની પ્રતિબંધીત નોટોના દાન પર પણ પ્રતિબંધ લાદી દીધો છે.

You might also like