દક્ષિણ ભારતનો અૌરંગઝેબ હતો ટીપુ સુલતાનઃ ‘પાંચજન્ય’માં ખુલાસો

નવી દિલ્હી: અારઅેસઅેસના હિંદી મુખપત્ર પાંચજન્યમાં મૈસૂરના પૂર્વ શાસક ટીપુ સુલતાનને દક્ષિણ ભારતનો અૌરંગઝેબ ગણાવ્યો છે. અા મુખપત્રમાં છપાયેલા એક અાર્ટિકલમાં ટીપુની જયંતી મનાવવા બદલ કર્ણાટક સરકારના ફેંસલાની ટીકાઅો પણ કરવામાં અાવી છે. લેખમાં જણાવ્યા મુજબ ટીપુ પહેલેથી જ વિવાદિત વ્યક્તિ રહ્યો છે. તેની જયંતી મનાવવાનો એક માત્ર હેતુ મુસ્લિમ તુષ્ટીકરણ છે. અા ફેંસલાઅે ટીપુ સમર્થકો અને વિરોધોની વચ્ચે એક નવો વિવાદ ઊભો કર્યો છે.

પાંચજન્યમાં સતીશ પેડણેકરના લેખ ‘ટીપુ સુલતા કા સચ-દક્ષિણ કા અૌરંગઝેબ’માં લખવામાં અાવ્યું છે કે હિંદુ સંગઠનોને લાગે છે કે ટીપુ ધર્મનિરપેક્ષ ન હતો. તે અહિષ્ણુ અને અત્યાચારી શાસક હતો. દક્ષિણ ભારતનો અૌરંગઝેબ હતો. તેને લાખો લોકોને જબરજસ્તી મુસ્લિમ ધર્મ અપનાવવા પર મજબૂર કર્યા. તે મોટી સંખ્યામાં મંદિરોને ધ્વસ્ત કરવા માટે પણ જવાબદાર હતા.

લેખમાં કહેવાયું છે કે ટીપુ વિરોધીઅોનું કહેવું છે કે ટીપુઅે કર્ણાટકના કુર્ગ અને મેંગ્લોર વિસ્તારમાં મોટી સંખ્યામાં હિંદુઅોની હત્યા કરી હતી અને તેમણે જબરજસ્તી મુસલમાન બનાવ્યા હતા. અા દાવાને ઇતિહાસ પણ સમર્થન અાપે છે. ૧૭૮૮માં ટીપુની સેનાઅે કુર્ગ પર અાક્રમણ કર્યું હતું. અા દરમિયાન અાખા ગામને સળગાવી દેવામાં અાવ્યું. ટીપુના એક દરબારી અને તેની અાત્મકથાના લેખક મીર હુસૈન કિરમાણીને અા દાવા અંગે વિસ્તારથી લખ્યું છે. અા તમામ તથ્યો હાજર હોવા છતાં પણ ટીપુના સમર્થકો કહે છે કે અે જમાનામાં અા બધી સામાન્ય વાતો હતી.

અા અાર્ટિકલમાં દાવો કરાયો છે કે મુસલમાન સુલતાનોની પરંપરા મુજબ ટીપુઅે એક સામાન્ય દરબારમાં જાહેરાત કરી હતી કે હું તમામ કાફરોને મુસ્લિમ બનાવીને રહીશ. તેને તરત જ તમામ હિંદુઅોને ફરમાન પણ જારી કરી દીધું. ટીપુઅે પોતાના રાજ્યમાં લગભગ પાંચ લાખ હિંદુઅોને જબરજસ્તી મુસલમાન બનાવ્યા. હજારોની સંખ્યામાં હત્યાઅો કરાવી. ટીપુના શબ્દોમાં જો અાખી દુનિયા પણ મને મળી જાય તો પણ હું હિંદુ મંદિરોને નષ્ટ કરતા નહીં રોકાઉં.

પાંચજન્યના લેખ મુજબ કેટલીયે જગ્યાઅો પર અે પત્રનો પણ ઉલ્લેખ મળે છે જે ટીપુઅે શહીદ અબ્દુલ દુલાઈ અને પોતાના અેક અધિકારી જમાનખાનના નામે લખ્યો હતો. તેમાં ટીપુઅે લખ્યું હતું કે પયગંબર મહંમદ અને અલ્લાહના કરમથી મેં કાલીકટના તમામ હિંદુઅોને મુસલમાન બનાવી દીધા છે. માત્ર કોચીન રાજ્યના સીમાના વિસ્તારોના કેટલાક લોકોનું ધર્માંતરણ હજુ કરાયું નથી પરંતુ હું ખૂબ જ જલદી તેમાં સફળતા મેળવીશ.

વિવાદ શો છે?
કર્ણાટક સરકારે ૧૮મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલતાનની ૨૬૫મી જયંતી ઉજવી હતી. ભાજપ સાથે જોડાયેલા સંગઠનો અારઅેસઅેસ અને વીએચપી તેનો વિરોધ કરી રહ્યું છે. ટીપુની જયંતી મનાવવાના વિરોધમાં અારઅેસઅેસ અને તમામ હિંદુ સંગઠનોઅે કર્ણાટકમાં પ્રદર્શન કર્યું. કર્ણાટક, અાંધ્રપ્રદેશ અને તેલંગાણાના અારઅેસઅેસ નેતા વી. નાગરાજનો દાવો છે કે ટીપુ સુલતાન એવો શાસક હતો જેને કર્ણાટકના લોકો નફરત કરતા હતા. તેને ચિત્રદુર્ગા, મેંગ્લોર અને મધ્ય કર્ણાટકના લોકો પર જુલમ ગુજાર્યો હતો.

You might also like