મસાને જડમૂળમાંથી દૂર કરવા અપનાવો આ રામબાણ ઇલાજ

શું તમે તમારા ચહેરા પર થતાં મસાથી પરેશાન છો? તો અમે આજે આપણાં માટે લાવ્યાં છીએ ખૂબ સારા સમાચાર. જે નુસખો અપનાવતાની સાથે જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. હવે તમારે મસાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી.

સૌ પહેલાં તો તમને જણાવી દઇએ કે, મસા થવાનું મુખ્ય કારણ જો કોઇ હોય તો તે છે હ્યુમન પેપિલ્લોમાં વાઇરસ હોય છે તે વધુ જવાબદાર હોય છે. જે દેખાવમાં સામાન્ય કાળા-ભૂરા રંગનાં હોય છે. જેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે કેન્સર જેવી ગંભીર બિમારીનું કારણ બની શકે છે.

જો કે આ સમસ્યાનો ઇલાજ કરવા માટે ઘણાં બધાં એવાં ઘરેલૂ અને આયુર્વેદીક ઉપચાર છે કે જેની મદદથી આપનાં આ મસા દૂર થઇ જશે અને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થતી અટકી શકે છે. તો જાણી લો કે શું છે આ ઘરેલું ઉપાય.

કેળાંની છાલ:
મસા દૂર કરવામાં કેળાની છાલ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ મળી આવે છે કે જે મસાને દૂર કરવામાં મદદ કરે છે. મસાને દૂર કરવા માટે કેળાંની છાલને તમારા મસા ઉપર રાતભર લગાવી રાખો. આવું કરવાથી એક રાતમાં જ તમે તમારા મસાની પરેશાનીથી છુટકારો મેળવી શકો છો.

બટાકા:
મસાને દૂર કરવા માટે તમારા માટે બટાકા પણ એટલા મદદરૂપ છે. એનાં માટે સૌ પ્રથમ તમે બટાકાને છોલીને તેની પેસ્ટ તમારા મસા પર લગાવો. આવું કરવાથી તમારા મસા જલ્દીથી દૂર થઇ જશે.

ઘી અને ચૂનો:
કેળાંની છાલ અને બટાકા ઉપરાંત પણ મસાને દૂર કરવા માટે હજી એક નુસખો છે કે જેમાં ચૂનો અને ઘી ખૂબ અગત્યનાં છે. મસા દૂર કરવા માટે આપે ઘી અને ચૂનાને બરાબર માત્રામાં તેને મિક્ષ કરી લો. ને બાદમાં તેને મસા પર લગાવવામાં આવે તો તેનો જડમાંથી જ નાશ થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલ તમામ ઉપાય કરવાથી મસા જડમૂળમાથી દૂર થઇ જશે અને તમારી ચામડી પણ વધુ કોમળ બની જશે. પરંતુ તેમ છતાં આપ લોકો તબીબની મદદ પણ લઇ શકો છે.

You might also like