વાળમાં કલરને લાંબા સમય સુધી ટકાવી રાખવો છે? અપનાવો આ ટિપ્સ

અમદાવાદ: વાળ કલર કરવા માટે લોકો ઘણા પૈસા ખર્ચી નાખે છે પરંતુ વાળમાં કલર લાંબા સમય સુધી ટકાવી શકતા નથી. જો તમે તમારા વાળમાં લાંબા સમય સુધી કલર ટકાવવા માંગો છો તો આ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.

વાળના કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા માટે 1 ચમચી એપ્પલ સાઇડર વિનેગરમાં અડધો કપ પાણી મિશ્રણ કરીને તેનાથી વાળને ધોવો, બાળનો રંગ લાંબા સમય સુધી ટકી રહેશે.

કલરને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તમારા વાળને તડકાથી બચાવો. તડકો પડવાથી વાળ શુષ્ક થવા લાગે છે અને તેનો રંગ પણ ફીકો પડવા લાગે છે.

જો તમે તમારા વાળમાં કલર કર્યો છે તો ભૂલથી પણ વાળને ગરમ પાણીથી ન ધોવો. આમ કરવાથી કલર તમારા વાળમાં લાંબા સમય સુધી ટકી શકતો નથી. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળ શુષ્ક પણ થઇ જાય છે.

વાળને વારંવાર ધોવાથી પણ વાળનો રંગ જલદી નિકળી જાય છે. જો તમે વાળમાં કલર કર્યો છે તો વાળને વારંવાર ધોવાનું ટાળો.

વાળમાં લાંબા સમય સુધી રંગ ટકાવી રાખવા માટે તમે કલર પ્રોટેક્ટિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેની સાથે તમે શેમ્પૂ કે કંડીશનરનો ઉપયોગ બંધ કરી દો.

You might also like