આ ટિપ્સથી 10 મિનિટમાં કરો 50% સુધી ફોન ચાર્જ

સ્માર્ટફોન ટેબ્લેટના ઘણા ફાયદા છે પરંતુ એની બેટરી ઘણી વાર એટલી સ્માર્ટ નથી હોતી. પરંતુ તમે સ્માર્ટ રીતે બેટરીને ઝડપથી ચાર્જ કરી શકો છો, ખાસ કરીને જ્યારે તમે ઉતાવળમાં હોવ ત્યારે. તો જાણો સ્માર્ટ અને ક્વિક્લી બેટરીને રિચાર્જ કરવાની કેટલીક ટીપ્સ . . .

બેટરીને ઓફ લાઇન અથવા એરોપ્લેન મોડ પર મૂકવાથી તે ઝડપથી ચાર્જ થઈ જાય છે. ચાર્જિંગ એડેપ્ટર પ્લગમાં નાંખતા પહેલા તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટને ઓફલાઇને કે એરોપ્લન મોટ પર મૂકી દો. એમ કરવાથી તમારા ફોનની બેટરીનો વપરાશ સાવ ઓછો થઈ જાય છે અને તમારી બેટરી ઝડપથી ચાર્જ થવા લાગે છે.

હકીકતમાં એરોપ્લેન મોડ પર બેટરીને મુકવાથી તમામ વાયરલેસ રેડિયોસ બંધ થઈ જાય છે, જેના કારણે તમે ફોન રિસિવ કરી શકતા નથી કે ડેટા કે GPS જેવી સુવિધા વાપરી શકતા નથી. એના કારણે તમારી ફોનમાં બેકગ્રાઉન્ડ પ્રોસેસ નડતર બનતું નથી અને તમારી બેટરી ઝડપથી ચાર્જ થવા માંડે છે. ખરું કે તમે તમારો ફોન સ્વીચ ઓફ કરીને પણ એમ કરી શકો છો, પરંતુ એરોપ્લેન મોડ પર મૂકવું એ વધારે આસાન છે.

You might also like