હેર કલર લાંબા સમય માટે રાખવા અપનાવો આ ટીપ્સ

વાળમાં કલર કરવો આજકાલ ખૂબ ટ્રેન્ડ છે. મોટાભાગની છોકરીઓ ટ્રેડી લુક કરવા માટે કલર કરાવે છે. જેના માટે ખૂબ ખર્ચો પણ કરે છે. અને વધારે સમય સુધી કલર ટકતો પણ નથી. તો આજે અમે તમારા માટે કેટલીક ટીપ્સ લાવ્યા છીએ જે તમારા કલરને વધારે સમય સુધી રાખશે. જો તમે પણ એવું ઇચ્છો છો તો અપનાવો આ ટીપ્સ

વાળમાં લાંબા સમય સુધી કલર રાખવા માટે તમે કલર પ્રોટેક્ટિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. આ પ્રોડક્ટનો ઉપયોગ કરતી વખતે શેમ્પૂ અથવા કન્ડીશનરનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે.

વાળને તડકાથી બચાવો. તડકો લાગવાથી વાળનો કલર આછો થવા લાગે છે અને તેનાથી વાળ ડ્રાય થઇ જાય છે. તો હંમેશા તેને ઢાંકીને રાખો.

વાળને ગરમ પાણીથી કોઇ દિવસ ધોશો નહીં. ગરમ પાણીના કારણે વાળનો કલર લાંબા સમય સુધી ટકતો નથી. અને વાળ તૂટવાની સમસ્યા સામે આવે છે.

1 ચમચી એપ્પલ વિનેગારમાં અડધઓ કપ પાણી મિક્સ કરી દો. એવું કરવાથી તમારા વાળમાં લગાવેલો કલર વધારે ડાર્ક થઇ જશે.

વાળને વારંવાર ધોશો નહીં, આવું કરવાથી વાળનો કલર નિકળી જશે. વાળનો રંગ લાંબા સમય સુધી ટકાવવા માટે તમે ઓછામાં ઓછું શેમ્પૂનો ઉપયોગ કરો.

You might also like