10 પ્રાચીન બ્યૂટી સિક્રેટ્સ જે આજે પણ કારગર છે

દરેક લોકો સુંદર દેખાવવા માંગે છે. મહિલાઓ પોતાની સુંદરતા માટે પહેલાથી સજાગ રહે છે. સુંદરતા માટે તેઓ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલાક લોકોને બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટસ પરવળતા હોતા નથી. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જૂના જમાનાના કેટલાક બ્યુટી પ્રોડક્ટ્સ જેનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે. અને આ ટિપ્સ કારગર પણ છે.

1. હેર રિમુવલ માટે ખાંડ
શુગરિંગ એક હેર રિમુવલ ટ્રીટમેન્ટ છે. આ વેક્સિંગ જેવું છે. વેક્સિંગની જગ્યાએ વધારે શુગરિંગને વધારે પ્રિફર કરવામાં આવે છે. કારણ કે એમાં વેક્સિંગ જેવો દુખાવો થતો નથી. ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને ગ્રીસમાં શુગરિંગનો ઉપયોગ હેર રિમુવિંગ પદ્ધતિ તરીકે કરવામાં આવે છે. એના માટે ખાંડ, નવશેકું પાણી અને લાકડીની સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.

2. બીન્સ
ખીલ અને કરચલીની સમસ્યા દરેક લોકા સાથે થાય છે. આવું પહેલા પણ હતું. ચીનમાં ખીલ અને કરચલી માટે યુવતીઓ મગનો ઉપયોગ કરે છે. મગમાં પ્રોટીન અને વિટામીન હોય છે. મગનો ઉપયોગ ફેસ માસ્ક માટે સારો થાય છે.

3. ગુલાબ જળ
ગુલાબ જળનો ઉપયોગ મહિલાઓ ખૂબ પહેલાથી સ્કીન સાફ કરવા માટે કરતી હતી. આજે પણ આ ચલણ ચાલુ છે.

4. કેસર
કહેવામાં આવે છે કે મિસ્ત્રમાં યૂનાન વંશની રાણી ક્લિયોપેટ્રા કેસરનો ઉપયોગ કરતી હતી. સુંદરતા માટે હજુ પણ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. કેસરને નારિયેળના તેલમાં મિક્સ કરીને સ્કીન પર ગ્લો લાવી શકાય છે.

5. ફુદીનો
સ્કીનના નિખાર માટે ફુદીનાનો ઉપયોગ પણ લાંબા સમયથી કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ચીની મહિલાઓ સુંદરતા માટે ફુદીનાનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: જો તમારે તમારા Facebookના એકાઉન્ટને કાયમી માટે ડીલીટ કરી નાખવું હોય તો અહીં દર્શાવેલ સ્ટેપ્સને ફોલો કરો…

 

6. દરિયાનું મીઠું
દરિયાના મીઠાનો ઉપયોગ મહિલાઓ પોતાની ડેડ સ્કીન નિકાળવા માટે કરતી હતી. ત્યારબાદ સ્કીનમાં ગ્લો પણ આવે છે.

7. નારિયેળનું તેલ
નારિયેળ તેલ સ્કીનની સુંદરતા માટે ખજાનો માનવામાં આવે છે. એશિયામાં મહિલાઓ સદીઓથી માથાની સ્કીન અને વાળ માટે નારિયેળના તેલનો ઉપયોગ કરી રહી છે.

8. જેડ રોલર
જેડ રોલર એટલે કે પથ્થરથી બનેલું રોલર. જેડ એક પથ્થર છે. એને શરીરમાં રોલ કરવામાં આવે છે. જેનાથી સારી મસાજ થાય છે. પહેલાના સમયમાં બ્લડ સર્કુલેશન ઠીક કરવા માટે અને ફેસના ટોક્સિન દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ટાઇટ સ્કીન અને કરચલીઓ દૂર કરવા આજે પણ ઉપયોગ કરવામાં આવે છે.

9. કોબીજ
બ્યૂટી માટે કોબીજનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. મહિલાઓ દુખાવાથી છુટકારો મેળવવા માટે કોબીજનો ઉપયોગ કરે છે. એના માટે એ કોબીજને કપ આકારનું પત્તુ લઇને છાતી પર 20 મીનિટ સુધી રાખે છે જેનાથી દુખાવામાં આરામા મળે છે.

10.મધ
કહેવામાં આવે છે કે મસિત્રની મહારાણીએ સુંદરતા માટે રોજે મધનો ઉપયોગ કરે છે. મધમાં મોશ્ચરાઇઝિંગ ગુણ મળી આવે છે. મધનો ઉપયોગ ચહેરા માટે ફેસ માસ્ક તરીકે કરવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like