કરશો આ ચીજો તો બનશો ‘Best Husband’!

બેસ્ટ પતિ બનવું કોઇ યુદ્ધ લડવાથી નાનું કામ નથી. પત્ની માટે કંઇ પણ કરો તેમ છતાં પત્નીઓમા મોઢા ચઢેલા જ રહે છે. આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવીએ છીએ જેનાથી તમારી પત્ની ખુશ થઇ જાય અને તમે બેસ્ટ પતિ બની જાવ.

1. પત્નીની હા માં હા કહેવું
પત્ની સાચી હોય કે ખોટી હોય પરંતુ એની હા માં હા જરૂરથી કહો ત્યારે જ પતિ નંબર વન બની શકશો. એની દરેક વાત માની લેશો તો વાત ખતમ થઇ જશે. જ્યાં હા માં હા પાડીને પણ વાત ના પૂરી થાય તો પ્રેમથી સમજાઇને કામ નિકાળવામાં જ ભલાઇ છે.

2. સાસરી પક્ષની સામે પત્નીના વખાણ કરવા
સાસરે ગયા છો તો પત્નીના વખાણ કરવાનું ભૂલી જતાં નહીં, એની મમ્મી પપ્પાની સામે વખાણ અચૂકથી કરો. પત્ની એની જાતે જ ખુશ થઇ જશે. અને તમે તમારા ઘરમાં વખાણ કરશો તો તો એ તમારા પર ફીદા થઇ જશે. જો કે આવું કરવું દરેક પુરુષોની વાત નથી પરંતુ પ્રયત્ન કરીને જુઓ.

3. નોકરી કરતી પત્નીઓ માટે ચા બનાવી
આ પણ એક સારી રીત છે પતિ નંબર વન બનવાની. જેવી પત્ની ઓફિસથી આવે તો એની સામે ચા બનાવી લઇને આવો. ભલે આ ઇન્પ્રેશન થોડા સમય માટે જ હશે પરંતુ પત્નીને પણ થોડી શાંતિ મહેસૂસ થશે.

4. કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી પત્નીને લેવા મૂકવા જવું
જો આ આદત એક વખત પત્નીએ પાડી દીધી તો એમાંથી પાછળ હટવું મુશ્કેલી ભર્યું કામ છે. એટલા માટે આ પગલું સમજી વિચારીને ભરજો, પરંતુ એક વખત જરૂરથી પ્રયત્ન કરો તો બની જશો બેસ્ટ પતિ.

5. બધાની સામે પોતાને જોરું કા ગુલામ કહેનાર
હવે આટલું બધું કરી જ લીધું છે તો પોતાની જાતને જોરું કા ગુલામ કહેવામાં શું વાંધો છે. દુનિયાના લોકો ભલે ગમે તે બોલે પરંતુ ઘમાં શાંતિથી તો જીવી શકશો.

home

You might also like