હોઠને ગુલાબી રાખતા નુસખા

ખાનપાનની આદત અને લાઈફસ્ટાઈલ બદલાવાને કારણે યુવાનોમાં ચહેરાને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. ખાસ કરીને હોઠ કાળા પડી જવા કે ફાટી જવા જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે હોઠને ગુલાબી રાખવા અંગે કેટલીક ટિપ્સ..

હોમમેડ લિપબામ
* હોઠની સુંદરતા જાળવી રાખવા માટે તમે ઘરે જાતે જ લિપબામ બનાવી શકો છો. આ માટે એક ચમચી સ્ટ્રોબેરી (ક્રશ કરેલી) અને બે ચમચી પેટ્રોલિયમ જેલી મિક્સ કરીને રાખો. આ પેસ્ટને દરરોજ લિપબામ તરીકે તમે વાપરી શકો છો.

* ઓલિવ ઓઈલમાં પણ ઘણા વિટામિન હોય છે તેથી ઓલિવ ઓઈલ પણ હોઠ માટે ઉત્તમ ટોનિક છે. દરરોજ રાત્રે સૂતી વખતે હોઠ પર ઓલિવ ઓઈલ લગાવો. તેનાથી હોઠ સોફ્ટ અને શાઈની બનશે.

* એક ચમચી તાજો લીંબુનો રસ, એક ચમચી કોપરાનું તેલ અને બે ચમચી ખાંડ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને એક અઠવાડિયા સુધી કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આ પેસ્ટથી હોઠ પર સર્ક્યુલેશન મોશનમાં મસાજ કરો. હળવા હાથે મસાજ કર્યા બાદ ટૂથબ્રશથી ફરી બે-ત્રણ મિનિટ મસાજ કરો અને બાદમાં ગરમ પાણીથી હોઠ ધોઈ નાખો. ત્યારબાદ હોમમેડ લિપબામ લગાવો.

હોઠને ગુલાબી રાખવાના નુસખા
હોઠને ગુલાબી રાખવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવવામાં આવે અને યોગ્ય ખોરાક લેવામાં આવે તો હોઠને સદાય ગુલાબી રાખી શકાય છે.

* ત્રણ ચમચી સાકરનો ભુક્કો અને બે ચમચી બટર મિક્સ કરી તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટ અઠવાડિયામાં ત્રણ વખત હોઠ પર એપ્લાય કરો. આ પેસ્ટ તમારા હોઠને સોફ્ટ અને શાઈની બનાવશે.

* દૂધ અને હળદર પાઉડર મિક્સ કરી થિક પેસ્ટ બનાવો. આ પેસ્ટ લગાવતા પહેલાં હોઠને ભીના કરો અને સોફ્ટ બ્રશથી હોઠને સાફ કરો. બાદમાં પેસ્ટ હોઠ પર એપ્લાય કરો અને બે-ત્રણ મિનિટ સુધી રાખી મૂકો. ત્યારબાદ ફરી સોફ્ટ બ્રશથી હોઠ પર બેથી ત્રણ મિનિટ મસાજ કરો અને પછી હોઠ પર હોમમેડ લિપબામ લગાવો.

યુવાનોની લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટ્સ બદલાવાને કારણે વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને ચહેરાને લગતી સમસ્યામાં વધારો થયો છે,જેમાં હોઠ કાળા પડી જવાની પણ એક સમસ્યા યુવાનોને સતાવે છે. હોઠોને સદાય ગુલાબી રાખવા અંગે ઘરગથ્થુ ઉપાય સૂચવતા રેડિયન્સ બ્યુટી સલૂનનાં મોનિકા ઉદેશી જણાવે છે કે હોઠ નાની ઉંમરે કાળા થઈ જવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. યુવાનોમાં સ્મોકિંગને કારણે તો વળી યુવતીઓમાં બ્યુટી પ્રોડ્ક્ટસ એટલે કે લિપસ્ટિકના વધારે પડતા ઉપયોગને કારણે હોઠ લાંબા ગાળે કાળા પડી શકે છે. આ ઉપરાંત જો શરીરમાં લોહી ઓછું હોય કે પછી વિટામિનની ઉણપ હોય તો પણ હોઠ કાળા પડી શકે છે.

સોનલ અનડકટ

You might also like