1000-500ની જૂની નોટો બેન્કમાં જમા કરવામાં મુશ્કેલી પડે છે? જાણો આ આસાન ટીપ્સ

નવી દિલ્લી: પાંચસો અને હજાર રૂપિયાની નોટ પર પાબંદીનો નિર્ણય દેશભરમાં લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બેન્કો અને પોસ્ટઓફિસોમાં લોકોની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. એટીએમ પર પણ કેશ લેવામાં લોકોને મુશ્કેલી નડી રહી છે અને લાંબી લાઈનોનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક એટીએમ પણ બંધ પડી ગયા છે. તો જાણો આ સહેલી રીત જેનાથી તમે નોટો બદલી શકશો.

આસાન ટિપ્સ:
1. સૌથી પહેલા એ જાણી લો કે નોટ બદલવા માટે તમે બેન્કો ઉપરાંત જીપીઓ અને પોસ્ટઓફિસમાં જઈને પણ નોટ બદલી શકો છો.

2. નોટ બદલવાનું ફોર્મ બે ભાષાઓમાં એટલે કે હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પોતાની સુવિધા પ્રમાણે ફોર્મ ભરી નોટ બદલી શકાય છે.

3. કેટલીક બેન્કોમાં એક્સચેન્જ ફોર્મ ચેક કરવા માટે કર્મચારીઓ હાજર છે, તેઓને ફોર્મ બતાવી ચોક્કસાઈ કરી લો.

4. રિજર્વ બેન્કની ગાઇડલાઇન અનુસાર જરૂરી ઓળખ પત્રની ફોટોકોપી સાથે મૂળ પ્રમાણ પણ સાથે રાખો.

5. બેન્ક અથવા પોસ્ટઓફિસમાં ઓળખપત્રની ફોટોકોપી પર હસ્તાક્ષર કરવાનું ભૂલશો નહિ. દુકાનોમાં એટીએમ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ દ્વારા સ્વાઇપ સિસ્ટમથી ખરીદી કરીને મુશ્કેલી ટાળી શકો છો.

6. ચાર હજારથી વદુ 500 તેમજ હજારની નોટ છે, તો તેને ખાતામાં જમા કરાવી દો. પછીથી અનુકૂળતા પ્રમાણે કાઢી શકો છો.

You might also like