તો ટ્રાવેલિંગ દરમિયાન રાખો આટલી બાબતોનું ધ્યાન

ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળતા હોયે છે કે મુસાફરી દરમ્યાન વધારે થાક લાગતો હોય છે, જેના કારણે ફરવાની મજા પણ ખરાબ થઇ જતી હોય છે અને પૂરતો આરામ પણ મળતો નથી . જો તમે પણ ટ્રાવેલ કરી રહયા છો તો આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવું.

યાત્રા લાંબી હોય કે ટુંકી પણ તેમાં કઇ રીતે બેસવું તે વાતને ધ્યાનમાં રાખી પ્રવાસ કરવો જોઇએ. યાત્રા કરતા સમયે સીધા બેસવાથી સ્પાઇનલ કોર્ડનો દુખાવો થતો નથી અને આરામ પણ મળી રહેતો હોય છે. આ સાથે મુસાફરી કરતા સમયે પગની ચળવળ કરવી જરૂરી છે.

મુસાફરી દરમિયાન ખોરાકને લઇને સાવધાની રાખવી ખુબ જરૂરી છે. માંસ અને તેલમાં તૈયાર કરવામાં આવેલા ભોજન કરતા ફળ અને જ્યુસ જેવા ખોરાક પર વધુ ભાર આપવો જોઇએ, જેથી શરીરના પાચનતંત્ર પર સારી અસર પડી શકે.

મોટાભાગે લોકો ટ્રેન અથવા બસથી મુસાફરી કરી હોટલ રૂમમાં જઇને આરામ કરવું વધુ પસંદ કરતા હોય છે. ટ્રેન અને બસની મુસાફરી દરમ્યાન તેવો સૂર્યની ઊર્જા શક્તિ મુશ્કેલીથી મળતી હોય છે. જ્યારે તે શરીર માટે ખુબ જરૂરી છે. એટલે યાત્રા કરતા સમયે 30 મિનિટ સુધી સુ્ર્યપ્રકાશ અવશ્ય લેવો જોઇએ.

મુસાફરીના સમયે યોગ જરૂરથી કરવો જોઇએ જેથી યાત્રા દરમ્યાન થાક ઓછો લાગે છે.સફર કરતા નાડી શુદ્ધથી માટે સરળ યોગ કરવા ખુબ જરૂરી છે.

http://sambhaavnews.com/

You might also like