TIPS: NEW YEAR પાર્ટીમાં હેંગઓવર થતાં કેવી રીતે બચશો?

નવી દિલ્હી: 31 ડિસેમ્બરની રાત્રે આખા વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. આ દિવસે યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ પાર્ટીમાં મશગૂલ રહે છે. ન્યૂ ઇયર પાર્ટીમાં લગભગ બધા લોકોને ડ્રિંક કરવાનું પસંદ હોય છે. જો કે કોઇપણ એમ નથી ઇચ્છતું કે તે હેંગઓવર થઇ જાય. જો તમારે પણ ન્યૂ ઇયર પાર્ટીમાં હેંગઓવર થતાં બચવું છે તો આ ખાસ ટિપ્સનો ખ્યાલ રાખો.

– પાર્ટીમાં જતાં પહેલાં 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીઓ. આનાથી તમે ડિહાઇડ્રેશનથી બચી શકશો. આમ કરશો તો પાર્ટીમાં તમે હેંગઓવરથી પણ બચી શકશો.

– પાર્ટીમાં લાઇટ ડ્રિંક લો. તમે બીયર અને વાઇન લઇ શકો છો. પાર્ટીમાં બ્રાંડી લેવાનું ટાળો.

– કોકટેલ બનાવી ન પીઓ. ઘણીવાર લોકો પાર્ટીમાં બે ડ્રિંકને મિલાવીને પી જાય છે. જો તમે આમ કર્યું તો તમને હેંગઓવર થવાથી કોઇ બચાવી શકશે નહી. વાઇન પીધા બાદ રમ ન પીઓ. જો કે તમે તમારા ડ્રિંકની સાથે જ્યૂસ અને સોડા મીલાવી શકો છો.

– ખાલી પેટ ડ્રિંક ના કરો. ડ્રિંક દરમિયાન હળવો ખોરાક લેતા રહો.

You might also like