પબ્લિક રિવ્યૂ: ZERO ‘ટિપિકલ’ શાહરુખની બોરિંગ ફિલ્મ

ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ નબળી છે. ઝીરોની અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર જોવી ગમે તેવી છે, પરંતુ ફિલ્મના પહેલા હાફમાં રોમાન્સ બતાવ્યો છે અને ઇન્ટરવલ પછી તો સદંતર બોરિંગ લાગે છે છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. દેવાંશી રાવલ, જશોદાનગર

શાહરુખખાને ઠીંગણાનો અને અનુષ્કાએ સેરેબ્રલ પાલ્સીનો રોલ બખૂબી નિભાવ્યો છે તો બીજી બાજુ કેટરીના કૈફની દમદાર એક્ટિંગ જોવા મળી. ફિલ્મનાં સોન્ગ સારાં લાગ્યાં અને અન્ય કલાકારોએ પણ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. મિસરી શાહ, સેટેલાઇટ

ફિલ્મનો પહેલો હાફ ખૂબ જ સીધો છે, પરંતુ બીજો હાફ થોડો બોર કરી નાખે તેવો છે. ફિલ્મના નિર્દેશન પર થોડું વધારે ધ્યાન આપવું જોઈતું હતું. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો જ સારો છે. ફિલ્મમાં દરેક એક્ટર પોતપોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. હું આ ફિલ્મને ૨ સ્ટાર આપીશ નિશા શાહ, સેટેલાઇટ

ફિલ્મનું ડિરેક્શન સારું કરવામાં આવ્યું છે. લોકેશન પણ સારાં લેવામાં આવ્યાં છે. સ્ટોરીના અંતમાં પણ કોઈ સારો ટ્વિસ્ટ નથી. મૂવી બોરિંગ અને કંટાળાજનક લાગે છે. અનુષ્કા, શાહરુખ અને કેટરિનાની એક્ટિંગ સારી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. રીપલ શેઠ, ઈસનપુર

રાઇટિંગ, ડિરેક્શન, એડિ‌ટિંગથી લઇને તમામમાં ‘ઝીરો’ જ ‘ઝીરો’ છે, પરંતુ ફિલ્મમાં જ્યારે સલમાન ખાનની એન્ટ્રી થાય છે ત્યારે સીન બહુ શાનદાર લાગે છે તો ફિલ્મમાં અનુષ્કા શર્માએ ધમાકેદાર અભિનય કર્યો છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. કૃતિ સોની, જીવરાજપાર્ક

ઝીરોને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી છે, પરંતુ આ ફિલ્મ હજુ સારી બની શકી હોત. ફિલ્મમાં શાહરુખખાન ઠીંગણાના રોલમાં એકદમ અલગ જોવા મળે છે, જેમાં તેના રોલને નિહાળવો એ બહુ શાનદાર હતું, પરંતુ ફિલ્મ એક તબક્કે કંટાળાજનક-ભારરૂપ લાગે છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.  ભાવના રાવલ, મણિનગર

You might also like