ડેટિંગ માટે નહીં, આત્મવિશ્વાસ વધારવા વપરાય છે ટિંડર એપ

ડેટિંગ સાઇટ ટિંડર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. જેને લઇને હાલમાં જ એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે નવા લોકોને મળવા માટે ઘણા ઓછા લોકો ટિંડર એપનો ઉપોયગ કરે છે. સર્વે અનુસાર માત્ર ચાર ટકા લોકો જ આ સાઇટનો સાચો ઉપયોગ કરી રહ્યાં છે. બાકી લોકો તેનો ઉપયોગ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે કરી રહ્યાં છે. આ સર્વેમાં યુવાનોને શામેલ કરવામાં આવ્યા હતા.

સર્વેમાં એ વાત સામે આવી છે કે માત્ર પાંચ ટકા લોકો જ ટિંડર એપનો ઉપયોગ ડેટિંગ માટે કરી રહ્યાં છે. જ્યારે અડધાથી વધારે લોકો આ એપનો ઉપયોગ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે કરી રહ્યાં છે. આ સર્વેમાં એ વાત સામે આવી છે કે લોકો ટેડિંગ માટે અન્ય બીજી સાઇટ્સનો ઉપયોગ સૌથી વધારે કરે છે.

http://sambhaavnews.com/

You might also like