ટીમ ઇન્ડિયાના ધુરંધરોએ જવાનોનો ઉત્સાહ વધાર્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુર સાથે ભારતીય સેનાના જવાનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સેનાના જવાનોનો ઉત્સાહ વધારતા ખેલાડીઓએ તેમને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુરની સાથે અજિંક્ય રહાણે, મનીષ પાંડે, કેદાર જાધવ અને રોહિત શર્મા સેનાના જવાનોનો ઉત્સાહ વધારવા પહોંચી ગયા હતા. ખેલાડીઓએ ૧૨૪-પ્રાદેશિક સેનાના જવાનોની મુલાકાત લીધી હતી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન ખેલાડીઓએ રોકેટ લોન્ચર અને તમામ પ્રકારની બંદૂકોને નજીકથી જોઈ હતી અને તે અંગે સમજ મેળવી હતી. આ દરમિયાન સેનાના જવાનો પણ આ દિગ્ગજ ક્રિકેટર્સને મળીને ખુશ થઈ ગયા હતા.

You might also like