તિહાડ જેલમાં મહિને ૩૦,૦૦૦ રોટલીનો બગાડ

નવી દિલ્હી: તિહાડ જેલમાં દર મહિને ૩૦,૦૦૦થી વધુ રોટલીઅો બરબાદ થઈ જાય છે. જેલમાં હાલ ૧૪,૦૦૦થી વધુ કેદી છે. જેલના પ્રવક્તા બ્રિજેન્દ્ર કુમારે જણાવ્યું કે રોટલીઅો બરબાદ થવાનાં બે મુખ્ય કારણ છે-એક તો જેલ મેન્યુઅલ પ્રમાણે દરેક કેદીને રોજ અોછામાં અોછી ૧૦ રોટલી અાપવી પડે છે.

બીજું રોજ સાંજે વિવિધ ગુનાઅોમાં પકડાઈને જેલમાં અાવતા કેદીઅો તેમજ પેરોલ પરથી પાછા ફરેલા કેદીઅોનું ધ્યાન રાખીને પણ રોટલી બનાવવી પડે છે. અા કારણે અહીંની તમામ ૧૦ જેલમાં રોટલીઅો વધે છે. પ્રવક્તાનો દાવો છે કે બચેલી રોટલીઅોને વેચવામાં અાવે છે અને તેમાં બચેલા પૈસા કેદીઅોના કલ્યાણમાં લગાવાય છે.

You might also like