“ટાઇગર જિંદા હૈ” ફિલ્મ રશિયામાં 70 સ્ક્રીન પર થશે રિલીઝ, બનાવશે રેકોર્ડ

ભારતમાં રેકોર્ડ કર્યા બાદ સલમાન ખાનની ફિલ્મ “ટાઇગર જિંદા હૈ”એ રશિયામાં પણ એક મોટો રેકોર્ડ બનાવવા જઇ રહેલ છે. રશિયામાં આ ફિલ્મને સૌથી વધારે થિએટરો પ્રાપ્ત થયાં છે. ટાઇગર જિંદા હૈ ફિલ્મ રશિયામાં 70 થિએટરોમાં રિલીઝ થવા જઇ રહી છે.

આ ફિલ્મ 15 ફેબ્રુઆરીનાં રોજ રશિયાનાં વૉઇસ ઓવર સાથે રિલીઝ થશે. “ટાઇગર જિંદા હૈ”ની સાથે-સાથે અક્ષય કુમારની “પૈડમેન” ફિલ્મ પણ ત્યાં રિલીઝ થશે.

“ટાઇગર જિંદા હૈ” ફિલ્મે ભારતમાં 339 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે આ ફિલ્મ સલમાન ખાનની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. ભારત સિવાય વિદેશોમાં પણ આ ફિલ્મે ઘણું સારૂ એવું કલેક્શન કર્યું છે.

આ બધું જોઇને એમ લાગે છે કે ફિલ્મ રશિયામાં પણ સારો એવો બિઝનેસ કરશે. “ટાઇગર જિંદા હૈ” ફિ્લ્મે વર્ષ 2017નાં ફર્સ્ટ વીકેન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડ ફિલ્મ બની ગઇ છે.

જો કે બાહુબલી 2 રેકોર્ડમાં ટોપ પર છે. બાહુબલી 2એ પ્રથમ વીકેન્ડ પર 127 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટાઇગર જિંદા હૈ ફિલ્મે રિલીઝ પહેલાનાં જ વીકેન્ડમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

You might also like