‘ટાઈગર જિંદા હૈ’ને PM મોદી સાથે ખાસ કનેક્શન છેઃ અલી અબ્બાસ

નવી દિલ્હી: સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ ૨૦૧૭ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે ત્યારે આ ફિલ્મને વડા પ્રધાન મોદી સાથે પણ ખાસ કનેક્શન છે તેમ ફિલ્મના ડાયરેકટર અલી અબ્બાસ જફરે જણાવ્યું છે.

આ અંગે ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસે જણાવ્યું છે કે જો આ ફિલ્મમાં ધ્યાનથી જોવામાં આવે તો ફિલ્મમાં મિશન દરમિયાન પરેશ રાવલ ટાઈગર (સલમાન ખાન)ને પૂછે છે કે પીએમસાહેબને મિશનની ખબર છે ને? આ ફિલ્મમાં અસલી ડાયલોગ એવો હતો મોદીજીને જાણ છે? આ ડાયલોગને અબ્બાસે એટલા માટે રાખ્યો હતો, કારણ કે તેઓ વડા પ્રધાનનો આભાર માનવા માગતા હતા.

તેમણે ઈરાકમાં બંધક બનાવવામાં આવેલી ભારતીય નર્સોને સફળતાપૂર્વક છોડાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ બાદમાં તેને સેન્સર બોર્ડના કહેવાથી હટાવી દેવામાં આવ્યું હતું. જફરે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ કાલ્પનિક છે તેથી સેન્સર બોર્ડે ડાયલોગ બદલી પીએમસાહેબ કરવા જણાવ્યું હતું અને અમને તેમનો આ નિર્ણય યોગ્ય લાગ્યો હતો, કારણ અમે બચાવ અભિયાનની વાસ્તવિક માહિતી આપતા ન હતા. આ ફિલ્મની વાર્તા વાસ્તવિક ઘટના પર આધારિત છે.

You might also like