પપ્પા મારા રોલમોડલઃ ટાઇગર

બોલિવૂડ અભિનેતા અને જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ તેના પિતાને તેના રોલમોડલ માને છે. તે કહે છે, મારા પિતા મારા માટે બધું જ છે. હું તેમને મારી જિંદગીમાં સર્વસ્વ માનું છું. પિતા ઉપરાંત જો હું બીજી કોઇ વ્યક્તિને પસંદ કરું છું અથવા તો રોલમોડલ માનું છું તો તે છે ઋત્વિક રોશન. હું ઋત્વિક જેવો બનવા ઇચ્છું છું. ભલે પછી તે ડાન્સ હોય, એક્શન હોય કે એક્ટિંગ હોય. મારે ઋત્વિકની જેમ મારું નામ રોશન કરવું છે. મારી ખુદની એક અલગ ઓળખ બનાવવી છે.

ખુદની ઓળખ બનાવવા ટાઇગર કઇ વસ્તુને પ્રાથમિકતા આપે છે તે અંગે જણાવતાં તે કહે છે કે મારી મહેનત, લગન અને ફિટનેસ હું એ ત્રણેય બાબતોને પ્રાથમિકતા આપું છું. જો તમે ફિટ હશો તો કોઇ પણ પ્રકારનાં પાત્ર કે એક્શન સીન ભજવી શકશો. સફળતા માટે મહેનત અને લગન જરૂરી છે. આ બંને ઉપર મારું પહેલાંથી જ ફોક્સ છે.

ટાઇગરનાં માતા-પિતા બંને એને ગાઇડ કરે છે. તે કહે છે કે મારી માતા કરતાં પિતા મારી કરિયરને લઇને વધુ ટેન્શનમાં રહે છે. તેઓ હંમેશાં મને કામમાં ફોક્સ કરવાની વાત કરતાં રહે છે. સફળતા મળવી અને તેને ટકાવી રાખવી મુશ્કેલ કામ છે. ઇમાનદારીથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું તે જ મારું સપનું છે. •

You might also like