સ્પાઈડરમેન કરે તે બધું હું તાર વગર કરી લઉં છુંઃ ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફે એક વાર કહ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ અોનસ્ક્રીન સ્પાઈડરમેનનું પાત્ર ભજવવાનો છે. તેનું સ્વપ્ન કેટલીક હદે પૂર્ણ થયું છે. તેણે પોતાના ફેવરિટ સુપરહીરોની ફિલ્મ ‘સ્પાઈડરમેન હોમ કમિંગ’ના હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ અાપ્યો, પરંતુ તે અાટલાથી સંતુષ્ટ નથી. તે સ્પાઈડરમેનની જેમ લાલ અને બ્લૂ ડ્રેસ પહેરવા ઇચ્છે છે. ‘એ ફ્લાઈંગ જટ્ટ’માં એક દેશી સુપરહીરોનું પાત્ર ભજવી ચૂકેલો ટાઈગર કહે છે કે શારીરિક રીતે હું જે કરું છું તે સ્પાઈડરમેન પણ કરે છે.

હું એ જ બધી પ્રવૃત્તિઅો તાર વગર પણ કરું છું. થોડી સ્પેશિયલ ઇફેક્ટ નાખી દેવાય તો હું પણ સ્પાઈડરમેન બની જાઉં. ટાઈગર બોલિવૂડમાં હજુ ત્રણ ફિલ્મ જૂનો છે. કોઈ અન્ય પાત્ર માટે અવાજ અાપવો તેના માટે કોઈ પડકાર રહ્યો ન હતો. તે કહે છે કે કોઈ અન્ય માટે અવાજ અાપવો ખૂબ જ સરળ છે ત્યારે તમારાં ડાયલોગ ડિલિવરી તમારા ચહેરાના હાવભાવ સાથે મેચ થાય તે જરૂરી હોતું નથી. હાલમાં ટાઈગર ખૂબ જ બિઝી છે. તાજેતરમાં તેની ‘મુન્ના માઇકલ’ રિલીઝ થઈ. ત્યારબાદ તે ‘બાગી’ની સિક્વલ, કરણ જોહરની ‘સ્ટુડન્ટ્સ અોફ ધ યર-૨’ અને ‘રેમ્બો’ની હિન્દી રિમેકમાં જોવા મળશે. ‘રેમ્બો’નું પોસ્ટર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરાયું હતું અને તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી. •
http://sambhaavnews.com/

You might also like